Not Set/ આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ

આજથી ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિવિધ અભ્યાસક્રમનાં અંતિમ વર્ષની પરીક્ષાઓ આજે યોજાશે. અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજ્યમાં ભલે અન્ય યુનિ.કરતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાઈ રહી હોઈ પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યનાં તમામ જિલ્લામાં સેન્ટરો ફાળવ્યા છે. કોરોનાને લઈને 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. 3 અને 12 સપ્ટેમ્બરે એક લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા […]

Ahmedabad Gujarat
8ce22d75a6aa57502dd88bc7193d4bbb આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ
8ce22d75a6aa57502dd88bc7193d4bbb આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભઆજથી ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિવિધ અભ્યાસક્રમનાં અંતિમ વર્ષની પરીક્ષાઓ આજે યોજાશે. અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. રાજ્યમાં ભલે અન્ય યુનિ.કરતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોડી લેવાઈ રહી હોઈ પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યનાં તમામ જિલ્લામાં સેન્ટરો ફાળવ્યા છે. કોરોનાને લઈને 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. 3 અને 12 સપ્ટેમ્બરે એક લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા કોવિડ-19 ની ગાઇડલાઇન મુજબ લેવાશે. ગુજરાત યુનિવર્સિટીનાં એમ.કોમ, એમ.એ. માં તો ઘણા જિલ્લાઓમાં એક-એક વિદ્યાર્થીઓ હોવા છતા સેન્ટર ફાળવવામા આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક સૌથી વધુ 102 સેન્ટરોમાં ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. આ પરીક્ષામાં કુલ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ તબક્કામા ૩જીથી શરૂ થનાર પરીક્ષામાં 21 હજાર વિદ્યાર્થી છે.

આ પણ વાંચો – ગુજરાત/ રાજ્યમાં વરસાદી જોર ઘટ્યું, ખેડૂતોએ અનુભવ્યો હાશકારો

આપને જણાવી દઇએ કે, લો અને માસ્ટર્સ અભ્યાસક્ર્મની પરીક્ષાઓ પણ આજે યોજાશે. પરીક્ષા દરમિયાન ટેમ્પરેચર, સેનેટાઇઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા એક કલાક પહેલા પ્રવેશ અપાશે. પરીક્ષા આપતા પહેલાં વર્ગખંડને સેનેટાઇઝ કરવામાં આવશે. એક બેન્ચ પર એક વિદ્યાર્થીને પરીક્ષા આપવા બેસાડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.