Rajkot/ હાય રે અંધશ્રદ્ધા… ગુજરાતના વિવિધ શહેરોમાં લોકો પાસેથી દોરાધાગા કરી રૂપિયા પડાવતો ઢોંગી ઝડપાયો

રાજકોટની ભક્તિનગર પોલીસ અને વિજ્ઞાન જાથાના સંયુક્ત ઓપરેશનથી દોરા-ધાગાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા દિલ્હીના એક ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ઢોંગી મૂળ પંજાબ-દિલ્હીમાં

Gujarat
1

રાજકોટની ભક્તિનગર પોલીસ અને વિજ્ઞાન જાથાના સંયુક્ત ઓપરેશનથી દોરા-ધાગાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા દિલ્હીના એક ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ઢોંગી મૂળ પંજાબ-દિલ્હીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. ભક્તિનગર પોલીસે ઢોંગી સહિત ત્રણ શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી લોકો પાસે માફી મગાવી હતી. આ ઢોંગી ગ્રહના નંગની વીટીના લોકો પાસેથી 10 હજારથી 5 લાખ રૂપિયા પડાવતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં રહી લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હતો.આ ઢોંગીને ઝડપી પાડી તેમની પાસેથી પોલીસે મુદ્દામાલ જપ્ત હજારોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

GST / બજેટ પહેલા સરકાર માટે ખુશ ખબર, જાન્યુઆરીમાં GST કલેક્શન 1.19 લાખ કરોડને પાર

પોલીસ કર્મી ભોગ બનતા વિજ્ઞાન જાથાને જાણ કરી,બાદમાં પોલીસ કર્મીએ વિજ્ઞાન જાથાને જાણ કરી હતી. આથી વિજ્ઞાન જાથાએ અને ભક્તિનગર પોલીસે ઢોંગીનો પર્દાફાશ કરવા માટે નકલી વેપારી બનાવ્યો હતો. બાદમાં તેને ઢોંગી પાસે મોકલ્યો હતો. નકલી વેપારીએ પોતાની આપવીતી જણાવતા ઢોંગીએ 23 હજારનો ચાર્જ જણાવી 10 હજાર વસૂલી લીધા હતા. નકલી વેપારી પર ત્રાટક વિધી કરી ઢોંગીએ કહ્યું કે કાલ ભૈરવ દેખાય છે કે નહીં તેવો હિપનોટાઇઝનો પ્રયોગ કર્યો હતો. બાદમાં જાથાના હાથે આધાર-પુરાવા આવી જતા રંગે હાથ ઝડપાયો હતો.વિધી કર્યા પછી પીડિતને બે-ત્રણ દિવસ સુધી માથાનો દુઃખાવો રહેતો હતો.

1
2

Budget 2021 / નાણામંત્રી નિર્મલા સીતારામન આ ક્ષેત્રો માટે કરી શકે છે મોટી જાહેરાતો, ઉદ્યોગોને આશા, રહેશે નજર

રાજકોટમાં એક ધંધાદારી વ્યક્તિ ભોગ બનતા તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ઢોંગીનો ભોગ પોલીસ કર્મચારી પણ બન્યો હતો. તેની પાસેથી 25000ની માગણી કરી હતી પરંતુ પોલીસ કર્મીએ 1700 જ આપ્યા હતા. બાકીની રકમ માટે 10 દિવસનો સમય આપ્યો હતો. પોલીસ કર્મીને પોતાને આઇપીએસ, આઇએએસ, ઉચ્ચ અધિકારી, રાજકીય નેતાઓ ઓળખે છે અને તેના લેટરપેડ બતાવી પ્રભાવ પાડતો હતો. આથી દુઃખી લોકો આસાનીથી તેને મળી જતા અને આર્થિક પરિસ્થિતિ જાણી નાણા ખંખેરતો હતો.

Budget 2021 / બજેટમાં રિયલ્ટી અને હોટલ ઉદ્યોગના શેરોમાં તેજી માટે થશે જાહેરાત, શું કહે છે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, મૂળ પંજાબ-દિલ્હીના સુરજીતસિંઘ ગમે તેવા હોશિયાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરીને ગામ બદલી નાખતો હતો. રાજકોટમાં અનમોલ પાર્ક, આજીડેમ ચોકડી પાસે મસ્જીદ નજીક ઇમરાનભાઇના મકાનમાં મહિને 5 હજારના ભાડે રહેતો હતો. આ ઢોંગી પ્રથમ વિઝીટનો 1 હજાર ચાર્જ વસૂલતો હતો. બાદમાં વ્યક્તિની પરિસ્થિતિ જોઇ મોટી રકમ પડાવતો હતો. વિધી વખતે પીડિતને સામે રાખી અન્ય પરિવાર કે મિત્રોને દૂર રાખતો હતો. બહાર બીજા બે સરદારજી ગતિવિધી પર નજર રાખતા હતા. બાદમાં સુરજીતસિંઘ પીડિત ઉપર ત્રાટક વિદ્યા અજમાવી બેહોશ કરી તેના આંગળામાં સોનુ કે અન્ય કિંમતી વસ્તુઓ પહેરેલી હોય તે પડાવી લેતો હતો.

Budget 2021 / LPG, ઘર, શિક્ષણ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતને લઈને નવી જાહેરાતની આશા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…