Pramukhswami janm shatabdi mahotsav/ ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ આયોજન પણ બીએપીએસ જેવી સંસ્થા મુજબ ભવ્ય છે. બીએપીએસ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો વિશેષ પરિપાક છે પ્રમુખસ્વામી નગર. આ પ્રમુખસ્વામી નગર ભવિષ્યમાં આધ્યાત્મિક નગરી કેવી હોઈ શકે છે તેની ઝાંખી પૂરી પાડે છે.

Top Stories Gujarat
Pramukh nagar ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ આયોજન પણ બીએપીએસ જેવી સંસ્થા મુજબ ભવ્ય છે. બીએપીએસ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો વિશેષ પરિપાક છે પ્રમુખસ્વામી નગર. આ પ્રમુખસ્વામી નગર ભવિષ્યમાં આધ્યાત્મિક નગરી કેવી હોઈ શકે છે તેની ઝાંખી પૂરી પાડે છે.

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ભાડજથી ઓગણજની વચ્ચે આ પ્રમુખસ્વામી નગર તૈયાર કરવામાં આવ્યું છે. 600 એકર જમીનમાં પથરાયેલા પ્રમુખસ્વામી નગરમાં જ પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાશે. આ પ્રમુખસ્વામી નગરને લગભગ એક લાખથી પણ વધારે સ્વયંસેવકોએ તેમની સેવા આપી તૈયાર કર્યુ છે. જ્યારે એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં પણ એક લાખ જેટલા સ્વયંસેવકો સેવા આપશે.

બીએપીએસના સંતોના જણાવ્યા મુજબ આ પ્રમુખસ્વામી નગર ભવિષ્યની આધ્યાત્મિક નગરી કેવી હોઈ શકે છે તેની ઝલક આપે છે. આમ આ નગરની વાત અહીં એક મહિનામાં પૂરી થઈ જવાની નથી, પરંતુ તેના દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની આધ્યાત્મિક નગરી તૈયાર કરવાની પ્રેરણા પણ લોકોને મળશે. અત્યાધુનિક સગવડો સાથેની આધ્યાત્મિક નગરી કેવી હોઈ શકે તેનું ઉદાહરણ પ્રમુખસ્વામી નગર હશે. તેમા વર્તમાન આધુનિક સગવડોની સાથે પ્રમુખસ્વામી મહારાજનો આધ્યાત્મિક વારસો પણ હશે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામીની સો જેટલી પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે. આ પ્રતિમાએ નગરની મુલાકાત લેનારાઓને પ્રેરણા આપશે. મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા તૈયાર કરવામાં આવી છે.આ પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટની સ્વર્ણિમ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે.

પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટે સાત ભવ્ય દરવાજા
આ ઉપરાંત આ મહોત્સવ સ્થળમાં પ્રવેશવા માટે સાત દરવાજાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે મહોત્સવના મુખ્ય દ્વારને સંત દ્વાર એવું નામ અપાયું છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટેનો સંત દ્વારા અત્યંત કલાત્મક છે. આ સંતદ્વારની પહોળાઈ 380 ફૂટ છે. પ્રવેશદ્વારના ગવાક્ષોમાં 28 જેટલા સંતોની પ્રતિકૃતિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમા આદિગુરુ શંકરાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા, મીરાબાઈનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ નગરમાં પ્રવેશ માટેના બીજા છ દ્વાર પણ ભવ્યતામાં જાણે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય તેમ લાગે છે.

બાળ નગરી
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના એક મહિનાના આયોજનના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તેમા એક વિશેષ આકર્ષણ બાળનગરી છે. બાળનગરીની ખાસિયત એ છે કે તેનો વિચાર જ બાળકો દ્વારા કરાયો છે, ફક્ત વિચાર જ નહી બાળકો ડિઝાઇન પણ બાળકો દ્વારા તૈયાર કરાઈ છે અને તેનું સંચાલન પણ બાળકો દ્વારા જ કરવામાં આવી રહ્યુ છે. અહીં અનેક ડોમ છે. તેમા બાળસ્નેહી ઉદ્યાન, બુઝો ગોમ, સી ઓફ સુવર્ણા, જંગલ ઓફ શેરુ વગેરેનો સમાવેશ થાય છે. બધામાં બાળકોને પ્રેરણાત્મક સંદેશા આપવામાં આવશે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો
મહોત્સવનો લાઇટ એન્ડ સાઉન્ડ શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને તેવી શક્યતા છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે માટે 180 ફૂટ પહોળો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આ મંચ પરથી 300થી વધુ બાળકો, યુવકો પ્રસ્તુતિ કરી શકશે. 20 હજારથી વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસી કાર્યક્રમને માણી શકશે.

ગાર્ડન
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવની મહિના સુધી ચાલનારી ઉજવણીમાં અદભુત સ્મારકો બનાવવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી નગરના દરેક સર્જન સાથે કોઈને કોઈ સંદેશો જોડાયેલો છે. આવુ જ એક ઉલ્લેખ કરવું પડે છે તેવું ગાર્ડન છે, કોઈને પણ થાય કે ગાર્ડનમાં શું હશે, પણ આ ગાર્ડન છે ગ્લો ગાર્ડન. ગ્લો ગાર્ડન એટલે પ્રમુખ જ્યોતિ ઉદ્યાન. આ ગાર્ડનની શોભા એટલી અદભુત છે કે કોઈપણ તેનાથી પ્રભાવિત થયા વગર ન રહી શકે. આ ગાર્ડન દસ એકરમાં ફેલાયેલું છે. આ ગાર્ડનમાં આઠ હજારથી પણ વધારે પુષ્પ ઝગમગી રહ્યા છે. તેની સાથે 150 સંદેશાઓ સાથે પશુ-પક્ષીઓની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. વાસ્તવમાં આ ગાર્ડન લોકોને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો સંદેશ આપે છે.

આ પણ વાંચોઃ

Pramukh Janm Shatabdi Mahotsav/ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ