politicas/ રાજ્યમાં આમ આદમી પાર્ટી માટે હવે કપરાં ચઢાણ, ભાજપે ઘડયો માસ્ટર પ્લાન

સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જે પરિણામો આવ્યાં તેમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત રીતે ઉભરી છે,BJP તેને હળવાશથી લેવા ઇચછતી નથી

Top Stories
bip11111 રાજ્યમાં આમ આદમી પાર્ટી માટે હવે કપરાં ચઢાણ, ભાજપે ઘડયો માસ્ટર પ્લાન

ગુજરાતના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપી દીધું છે. તેના લીધે રાજ્યનું રાજકારણ ગરમાયું છે ,કમલમમાં ચર્ચાનો દોર ચાલુ  થઇ ગયો છે. જે રીતે રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરીને મંદ ગતિએ સંગઠન મજબૂત બનાવાનું હાલ કામ કરી રહી છે તે જોતા ભાજપે એક સર્વે કર્યો અને પ્રજાનો શું મિજાજ છે તે જાણીને આગામી રણનીતિ બનાવવામાં આવી હતી અને આ ફોર્મ્યુલાના ભાગ રૂપે મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે ,ભાજપે માસ્ટર પ્સલાન ઘડ્યો છે જેનાથી સીધી અસર  આમ આદમી પાર્ટીને થશે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં જે પરિસ્થિતિ સર્જાઇ હતી તે ન સર્જાય અને આગામી ચૂંટણીમાં 150 બેઠક પર વિજ્ય હાંસિલ થાય તે માટે અત્યારથી જ કમરકસી રહી છે.આમ આદમી પાર્ટીમાં જે પ્રમાણે પાટીદાર ફેકટર પર કામ કરી છે અને જે પ્રમાણે ગુજરાતનું પરિભ્રમણ કરી રહી છે તેેને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને ઉગતા જ ડામવાની નવી રણનીતિ અપનાવી છે. સુરતમાં જે પ્રમાણે કોર્પોરેશનની ચૂંટણી થઇ હતી જે પરિણામો આવ્યાં તેમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત રીતે ઉભરી છે ,ભાજપ તેને હળવાશથી લેવા ઇચ્છતી નથી.

ગુજરાતમાં વહેલી ચૂંટણી થાય તે માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય કારણ છે, કારણ કે કોંગ્રેસમાં લાંબા સમયથી જ્યાં આંતરિક લડાઈ ચાલી રહી છે ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાંબા સમય સુધી કોઈ મોકો મળે નહીં તે માટે વહેલા ચૂંટણી યોજાઇ શકે છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની લહેરનો ફાયદો ગુજરાતમાં પણ મળે તેવી શક્યતા છે. એવામાં એક શક્યતા એવી પણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે આગામી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે.