રાજકીય/ કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? :  કોંગ્રેસ

RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં પણ અનાથ થયેલ બાળકોને અને મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર પરિવારના બાળકોને સરકારની યોજનાઓનો લાભ આપો

Top Stories Gujarat Others
gujarat કોંગ્રેસ

બાળકોને સરકારની યોજનાઓનો લાભ : રાજ્‍યના ઘણા પરિવારોમાં કોરોનાના કારણે મુખ્‍ય વ્‍યક્‍તિનું અવસાન થવાથી પરિવાર નોંધારો બન્‍યો છે. ઘણા કિસ્‍સાઓમાં માતા-પિતા બંનેનું મૃત્‍યુ થવાથી અનેક બાળકો નાની ઉંમરમાં અનાથ બન્‍યા છે. આવા કિસ્‍સાઓમાં બાળકો ૧૮ વર્ષના ન થાય ત્‍યાં સુધી માસિક રૂ. ૪,૦૦૦/-ની રકમ અને પરિવારમાં મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિનું અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં બાળકો ૧૮ વર્ષના ન થાય ત્‍યાં સુધી માસિક રૂ. ૨,૦૦૦/-ની રકમ આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. પરંતુ દર્દી કોરોનાના લક્ષણ ધરાવતા હોય, સિવિલ હોસ્‍પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્‍પિટલ કે સરકાર માન્‍ય કોવિડ સેન્‍ટર/હોસ્‍પિટલમાં દાખલ હોય, પરંતુ તેઓનો RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય અને તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળશે નહીં. રાજ્‍ય સરકાર નાગરિકોને સહાયરૂપ બનવા માંગતી હોય તો તમામ લોકોને સમાન ન્‍યાય મળે તે અત્‍યંત જરૂરી છે ત્‍યારે આવા કિસ્‍સાઓમાં બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે હકારાત્‍મક નિર્ણય કરી જરૂરી કાર્યવાહી સત્‍વરે કરાવવા તથા મૃત્‍યુનું કારણ સ્‍પષ્‍ટ લખાય તેવી કાર્યવાહી કરાવવા અમદાવાદ શહેરના બાપુનગર મતવિસ્‍તારના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રીને પત્ર લખી વિનંતી કરી હતી.

હિંમતસિંહ પટેલે જણાવ્‍યું હતું કે, કોરોનાના કારણે સમગ્ર રાજ્‍યમાં અફરાતફરીનો માહોલ સર્જાયેલ. કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્‍યા, અનેક લોકો બેરોજગાર થઈ ગયા, અનેક લોકો આર્થિક રીતે બેહાલ બની ગયા છે. કોરોનાથી મોટી સંખ્‍યામાં લોકો સંક્રમિત થયેલ અને હજારો નાગરિકો કોરોનાના કારણે મૃત્‍યુ પામેલ છે ત્‍યારે કોરોના દરમ્‍યાન અમુક વ્‍યક્‍તિને તમામ લક્ષણ કોરોનાના હોય, દર્દી સિવિલ હોસ્‍પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્‍પિટલ કે સરકાર માન્‍ય કોવિડ સેન્‍ટર/હોસ્‍પિટલમાં દાખલ હોય, પરંતુ તેઓનો RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય અને તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સામાં વ્‍યક્‍તિનું કોરોનાથી અવસાન થયું હોય તેમ સાબિત થતું નથી. આવા બનાવો રાજ્‍યમાં મોટી સંખ્‍યામાં નોંધાયા છે. આવા કિસ્‍સાઓમાં અનાથ બનેલ બાળકો કે પરિવારની મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર બાળકોને સરકારની ઉક્‍ત યોજનાઓનો લાભ મળશે નહીં. આવા બાળકોએ પણ પોતાના પિતા કે માતા-પિતા ગુમાવ્‍યા છે ત્‍યારે તેઓને પણ સહાય નહીં મળે તો તેઓને હળાહળ અન્‍યાયકર્તા સાબિત થશે. વળી, અનેક કિસ્‍સાઓમાં ‘મૃત્‍યુનું કારણ’ કોરોનાના બદલે ન્‍યુમોનિયા કે માંદગી એવું દર્શાવવામાં આવે છે, જેના કારણે મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના વારસદારોને મેડીક્‍લેઈમ કે વીમાની રકમ મેળવવામાં મુશ્‍કેલી ઉભી થાય છે અને સરકારની ઉક્‍ત યોજનાઓનો લાભ મળશે નહીં.

રાજ્‍ય સરકાર નાગરિકોને સાચે જ સહાયરૂપ બનવા માંગતી હોય તો તમામ લોકોને સમાન ન્‍યાય મળે તે અત્‍યંત જરૂરી છે. દર્દી કોરોનાના લક્ષણ ધરાવતા હોય, દર્દી સિવિલ હોસ્‍પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ હોસ્‍પિટલ કે સરકાર માન્‍ય કોવિડ સેન્‍ટર/હોસ્‍પિટલમાં દાખલ હોય, પરંતુ તેઓનો RTPCR ટેસ્‍ટનો રિપોર્ટ નેગેટીવ હોય અને તેવા દર્દીનું સારવાર દરમ્‍યાન અવસાન થયું હોય તેવા કિસ્‍સાઓમાં પણ અનાથ થયેલ બાળકોને અને મુખ્‍ય કમાનાર વ્‍યક્‍તિ ગુમાવનાર પરિવારના બાળકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે માટે હકારાત્‍મક નિર્ણય કરી, જરૂરી કાર્યવાહી સત્‍વરે કરાવવા તથા મૃત્‍યુનું કારણ સ્‍પષ્‍ટ લખાય તેવી કાર્યવાહી કરાવવા રાજ્‍ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.

facebook 15 કોરોનાના લક્ષણ હોય, RTPCR રિપોર્ટ નેગેટીવ હોય અને સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના અનાથ થયેલા બાળકોનું શું ? :  કોંગ્રેસ

મુન્દ્રામાં કૉંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા

જયારે મુન્દ્રામાં કૉંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા માટે રણનિતી ઘડવામાં આવી છે. આજ રોજ કચ્છ ના મુન્દ્રા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા કોવિડ ૧૯ ન્યાય યાત્રા તેમજ કારોબારી સમિતિ ની બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસ ના કચ્છ પ્રભારી દસાડા ના ધારાસભ્ય નૌશાદ સોલંકી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર કોરોના મા મૃત્યુ પામેલા લોકો ના આંકડા છુપાવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દરેક ગામમાં જઈને ડેટા એકઠા કરી ને સાચા આંકડા ભેગા કરીને દરેક પરિવાર ને વળતર અપાવશે ન્યાય યાત્રામાં કોવિડથી મૃત્યુ પામેલ દરેક મૃતક માટે રૂ. ૪ લાખનું વળતર કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બિલ્સની રકમની ચૂકવણી,સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન  પરિવારજનો પૈકી કાયમી નોકરી અપાવવા સહિતના મુદ્દાઓ પર દયાન દોરવામાં આવશે

આજે યોજાયેલ પત્રકાર પરિસદમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મંત્રી અરજણભાઈ ભુડિયા સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફેસબુકની કાર્યવાહી / તાલિબાન પર પ્રતિબંધ, સંગઠન સાથે જોડાયેલા એકાઉન્ટ્સ ડિલીટ કરાશે

કાર ડ્રાઇવિંગ ટિપ્સ / જો તમે પણ આ રીતે વાહન ચલાવો છો, તો વધી શકે છે અકસ્માતનું જોખમ

Technology / તમે ઝૂમ પર આ રીતે વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો

વોટ્સએપ / એક જ સાથે 256 લોકોને એક જ મેસેજ મોકલો, એ પણ ગ્રુપ બનાવવાની ઝંઝટ વગર

સાવધાન! / ઓર્ડર આપ્યા વિના જ ડિલિવરીના મેસેજ આવી રહ્યા છે, અને પછી આ રીતે થાય છે ઓનલાઈન ઠગાઈ

બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા / ડાઉનલોડિંગ ફિગર 50 કરોડને પાર, હજુ તો 2 જુલાઇએ જ લોન્ચ કરવામાં આવી હતી

મેડ ઇન ઇન્ડિયા / અદાણી ગ્રુપનું મોટું આયોજન, વિશ્વની સૌથી શક્તિશાળી સુપર એપ ભારતમાં બનશે