Not Set/ સુરત/ હીરા ઉદ્યોગ બાદ ટેક્ષટાઇલ ક્ષેત્રે વધ્યું કોરોનાનું સંકટ, લીધો આ મોટો નિર્ણય…

સુરતમાં કોરોનાના સંક્રમણના વધતા કેસમાં ટેકસટાઇલ ક્ષેત્રના આગેવાનો સાથે મિટિંગનો દોર શરૂ કરાયો હતો. જેમાં મનપા કમીશ્નર, મેયર દ્વારા સુરતના જુદા જુદા ટેક્સટાઇલના સેક્ટરના આગેવાનો સાથે મિટિંગ કરી કોરોના સામેના જરૂરી નિયમો બનાવ્યા હતા. જેથી ટેક્ષટાઇલ ક્ષેત્રે વધતા કોરોના કેસો ઘટાડી ને પણ ઘટાડી શકાય. સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતો હોય તેમ દિવસે ને દિવસે પોઝીટીવ […]

Gujarat Surat
7f7bc1cd1bd9ed2ade4c64e84ee6a211 સુરત/ હીરા ઉદ્યોગ બાદ ટેક્ષટાઇલ ક્ષેત્રે વધ્યું કોરોનાનું સંકટ, લીધો આ મોટો નિર્ણય...

સુરતમાં કોરોનાના સંક્રમણના વધતા કેસમાં ટેકસટાઇલ ક્ષેત્રના આગેવાનો સાથે મિટિંગનો દોર શરૂ કરાયો હતો. જેમાં મનપા કમીશ્નર, મેયર દ્વારા સુરતના જુદા જુદા ટેક્સટાઇલના સેક્ટરના આગેવાનો સાથે મિટિંગ કરી કોરોના સામેના જરૂરી નિયમો બનાવ્યા હતા. જેથી ટેક્ષટાઇલ ક્ષેત્રે વધતા કોરોના કેસો ઘટાડી ને પણ ઘટાડી શકાય.

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતો હોય તેમ દિવસે ને દિવસે પોઝીટીવ કેસો સામે આવી રહયા છે. જેને લઈ પ્રસાશન ચિંતામાં મુકાયું છે. અને તેને લઇ કોરોનાના વિસ્ફોટ વચ્ચે મનપા દ્વારા બેઠક યોજાઈ હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે મનપાએ બેઠક કરી હતી. હીરા ઉદ્યોગ સાથે ટેક્ટસાઇલ ઉદ્યોગમાં પણ સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. ત્યારે વધતા જતા કેસોને લઇને પ્રશાસનની ચિંતા વધી છે અને ટેક્સટાઇલ સાથે બેઠક કરી હતી.જેમાં ટેક્ષટાઇલના કાપડ વેપારી, વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના વિવર્સ, એમ્બ્રોડરી વેપારી, પ્રોસેસિંગ હાઉસ સાથે મિટિંગ યોજાઈ હતી.

અને ચોક્કસ રણનીતિ અને સ્ટ્રેટેજી તૈયાર કરી હતી. જેમાં કોરોના સંક્રમણને અટકાવવા શનિ-રવિ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય કરાયો હતો.    સપ્તાહમાં પાંચ દિવસ જ ટેક્ષટાઇલ માર્કેટ શરૂ રાખવા આદેશ કરાયા હતા.તમામ માર્કેટને નિયમિત રીતે સેનેટાઇઝ કરવાની સૂચના આપી હતી.સાથે માસ્ક , સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન થાય તે રીતે વેપારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

બાઈટ :- જગદીશ પટેલ ( મેયર ,મનપા સુરત )

વી.ઓ :- ટેકસટાઇલ માર્કેટના વેપારી સાથે વિવિંગના વિવર્ષો , પ્રોસેસિંગ હાઉસના મિલ માલિકોના આગેવોને અને એમ્બ્રોડરીના આગેવાનો ને પણ મનપા કમીશ્નર અને મેયર દ્વારા બેઠકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.જેમાં કોરોનાનું ટેક્ષટાઇલ ક્ષેત્રમાં સંક્રમણ ઓછું કરવા કારીગરોને માસ્ક ,સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન , અને સેનેટાઇઝ કરવા ઉપરાંત કારખાનામાં જ કારીગરોને જમવા અને ચા પીવાનું આયોજન કારવામા આવે.જેથી ચા ની ટપરી પર કારીગરો ભેગા ન થાય. સાથે એક ખોલી માં 10 થી 15 કારીગરો ન રહેવા માત્ર 3 થી 4 જણા જ રહેવા પણ સૂચનાઓ અપાઈ છે.

બાઈટ :- અશોકભાઈ જીરાવાળા ( પ્રમુખ ફોગવા )

બાઈટ :- રંગનાથ સારદા ( ડિરેક્ટર ફોસ્ટા) 

બાઈટ :- સાવરપ્રસાદ બુધિયા ( પ્રમુખ , દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ )

વી.ઓ :- સુરતમાં ડાયમન્ડ બાદ ટેકસટાઇલ માં પણ કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા તંત્ર ચિંતામાં મુકાયું છે.ત્યારે વેપાર ધંધા પણ ચાલી શકે અને સંક્રમણ વધે નહીં માટે ટેક્સટાઇલના જુદા જુદા સેક્ટરને પાલિકા કામગીરીમાં જોડી જરૂરી સૂચનાઓ અને નવા નિયમોનો અમલ કરવા સૂચનો આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews