Gujarat Assembly Election 2022 Live Updates/ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન. દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
1 12 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન. દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં પરંપરાગત રીતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ના રૂપમાં ત્રીજો પક્ષ મેદાનમાં છે, જેણે કુલ 182 બેઠકોમાંથી 181 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાના મુખ્ય ઉમેદવારોમાં AAPના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી છે, જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી, છ વખતના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા અને AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસના 89-89 ઉમેદવારો અને AAPના 88 ઉમેદવારો મેદાનમાં છે. સુરત (પૂર્વ) બેઠક પરથી AAPના ઉમેદવારે છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. પ્રથમ તબક્કામાં ભાજપે નવ મહિલા, કોંગ્રેસે છ અને AAPએ પાંચ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પ્રથમ તબક્કાના કુલ 788 ઉમેદવારોમાંથી 718 પુરુષ અને માત્ર 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે, માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP) એ પ્રથમ તબક્કામાં 57 ઉમેદવારો, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) 14, સમાજવાદી પાર્ટી (12), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) ચાર, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ બે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત 339 અપક્ષો પણ મેદાનમાં છે.

LIVE Updates 17 :00PM 

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
19 જિલ્લાની 89 બેઠકો પર વોટિંગ સંપન્ન
પ્રથમ તબક્કામાં સરેરાશ 66.50 ટકા મતદાન
2017 માં 66.75 ટકા મતદાન નોંધાયું હતું
હાલના આંકડામાં થોડી વધઘટ થઈ શકે છે
બે ત્રણ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે
હજુ ઘણાં મતદારો બૂથ બહાર લાઈનમાં ઉભા છે
જે મતદારો ઉભા છે તેમને મત આપવા દેવાશે
ઘણાં બૂથો પર સાંજે 6 સુધી ચાલી શકે છે મતદાન
ઘણી બેઠકો પર છેલ્લે છેલ્લે દોડ્યા મતદારો
મતદાન કરવા છેલ્લી ઘડી સુધી મતદારોમાં ઉત્સાહ

LIVE Updates 16 :38 PM 

ગાંધીધામમાં અંતિમ તબક્કાનું મતદાન
છેલ્લી ઘડીએ મતદાન કરવા લોકો પહોંચ્યા
મતદાન કરવા માટે લોકોની કતારો

LIVE Updates 16 :30 PM 

પ્રથમ તબક્કાના મતદાનમાં હવે 30 મિનિટ બાકી
સાંજે 5 કલાકના ટકોરે બંધ થઈ જશે મતદાન
છેલ્લી 30 મિનિટમાં મતદાનમાં વધારો થઈ શકે છે
મતદારોને ફોન કરી કરીને બોલાવી રહ્યા છે ઉમેદવાર
ગાડીઓ દોડાવી, ઘરે જઈ વિનંતી કરી રહ્યા છે ઉમેદવાર

LIVE Updates 16 :20 PM 

Untitled 12 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 16 :20 PM  :રાજકોટ: ગોંડલમાં મારામારીનો બનાવ

  • મતદાનને લઇ બે જૂથો આવ્યા આમને સામને
  • જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટને મરાયો માર
  • જયદીપ પારખીયાને માર મારવામાં આવ્યો
  • કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા
  • ભાજપના અગ્રણીના પુત્રએ માર માર્યો હોવાના આક્ષેપ
  • મારામારીનો લઇ ગોંડલનું રાજકારણ ગરમાયુ
  • ગોંડલમાં ભયનું વાતાવરણ છે: યતિશ દેસાઈ
  • યતિશ દેસાઈએ પોલીસ પર કર્યા આક્ષેપો કર્યા
  • BJPના અગ્રણીઓ બુથ કેપ્ચર કરે છે: યતિશ દેસાઈ
  • મારી સાથે પણ મારામારીનો પ્રયાસ કરાયો
  • પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો

Untitled 13 3 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

Untitled 13 2 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

Untitled 13 1 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

Untitled 13 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 15:27 PM :ભાવનગરમાં લગ્ન પહેલા યુવતીએ કર્યું મતદાન

  • ભાવનગરમાં લગ્ન પહેલા યુવતીએ કર્યું મતદાન
  • કરિશ્માએ લગ્નની ચોરી પહેલા કર્યુ મતદાન
  • લગ્નની જવાબદારી સાથે મતદાનની જવાબદારી પૂર્ણ કરી

LIVE Updates 14:59 PM :મતદાન મથક છે ખાલી ખમ

  • ભરૂચ:ઝઘડિયાના કેસર ગામમાં એક પણ વોટ નહીં
  • મતદાન મથક છે ખાલી ખમ
  • સવારથી અત્યાર સુધી એક પણ વોટ નહીં
  • સ્ટાફ હાજર પણ મતદાતાઓ નહિ

LIVE Updates 14:59 PM : જૂનાગઢ: મતદાનની ગુપ્તતાનો મામલો

  • મતદાન ગુપ્તતા ભંગ કરનાર સામે લેવાશે પગલા
  • મતદાતાએ મત આપી ફોટો કર્યા હતા વાયરલ
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપ્યા તપાસના આદેશ
  • પોલીસ દ્વારા સમગ્ર મામલે શરૂ કરાઈ તપાસ

LIVE Updates 14:57 PM : એક મતદાર માટે મતદાન મથક

ગુજરાતમાં ગીર સોમનાથના બાણેજ ખાતે માત્ર એક જ મતદાર માટે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. મહંત હરિદાસજી ઉદાસીને મતદાન કર્યું હતું.

LIVE Updates 14:55 PM : બપોરે બે વાગ્યા સુધી સરેરાશ 34.48 ટકા મતદાન

  • ગુજરાત વિધાનસભાનાં પહેલા તબક્કાની ચૂંટણી
  • બપોરે બે વાગ્યા સુધી સરેરાશ 34.48 ટકા મતદાન
  • તાપીમાં સૌથી વધુ 46.35 ટકા મતદાન
  • ડાંગમાં 46.22 ટકા,નર્મદામાં 46.13 ટકા મતદાન
  • આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન નોંધાયું
  • સૌથી ઓછું પોરબંદરમાં 30.20 ટકા મતદાન
  • ગીર સોમનાથમાં સરેરાશ 35.99 ટકા મતદાન
  • જૂનાગઢમાં સરેરાશ 32.96 ટકા મતદાન

LIVE Updates 13 :58 PM  : પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે 34.48 ટકા મતદાન

Untitled 11 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 13 :50 PM :ગોપાલ ઇટાલિયા બુથ પર જતાં પોલીસ સાથે રકઝક

  • સુરતના કતારગામ વિસ્તારની ઘટના
  • ગોપાલ ઇટાલિયા બુથ પર જતાં પોલીસ સાથે રકઝક
  • કતારગામ વિધાનસભામાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા
  • બુથ પર ધીમું વોટિંગ થતું હોવાના આક્ષેપ કર્યો
  • સમગ્ર મામલે આક્ષેપ અધિકારીઓને કરતા મામલો ગરમાયો
  • પોલીસ પહોંચતા મામલો થાળે પાડ્યો

LIVE Updates 13 :39 PM : ગેસની બોટલ સાથે મતદાન મથક પર વિરોધ

  • જૂનાગઢ: ગેસની બોટલ સાથે મતદાન મથક પર વિરોધ
  • ભાવ વધારાના વિરોધમાં મતદાન કરવા પોહચ્યા
  • શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્રારા વિરોધ
  • પોલીસે ગેસની બોટલ સાથે અમિત પટેલને અટકાવ્યા

LIVE Updates 13 :13  PM  :અમિત શાહે કહ્યું- પીએમ વિરુદ્ધ અપશબ્દોનો જવાબ આપશે જનતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો ત્યારે ગુજરાતની જનતાએ મતપેટી દ્વારા જવાબ આપ્યો. આ વખતે પણ રાજ્યની જનતા જવાબ આપશે. એન્ટિ રેડિકલ સેલ એ એક સક્રિય પગલું છે. જો આપણે કટ્ટરપંથીને કાબૂમાં રાખીશું તો આતંકવાદ અને રમખાણો પર અંકુશ આવશે.

LIVE Updates 13 :05  PM  :રાજકોટ કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા 

  • રાજકોટ કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવ્યા
  • આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી મતદાન ન કરી શક્યા
  • કિર્તીદાન ગઢવી મત જાગૃતિ અભિયાન છે બ્રાન્ડ એમ્બેસેડર
  • મોબાઈલમાં આઈ ડી હોવાથી મતદાન ન કરી શક્યા
  • કલેકટરને કરી કિર્તીદાન ગઢવીએ રજૂઆત

LIVE Updates 13 :00 PM  :લોકસભા સાંસદ ભાવનગર બોટાદમાં કર્યું મતદાન

  • રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપના ભારતીબેન શિયાળે મતદાન કર્યું
  • પોતાના પરિવાર સાથે મતદાન કર્યું
  • તળાજાના મથાવાડા ગામે મતદાન કર્યું
  • લોકોને મતદાન માટે કરાઈ અપીલ

LIVE Updates 13 :00 PM  : પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે 19.16 ટકા મતદાન

Untitled 10 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 12:53 PM: મતદાન કરવા માટે યુવકે લગ્ન રાખ્યા મોકૂફ, AAP ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પણ કર્યું મતદાન

ગુજરાત ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન તાપીમાં પ્રફુલ્લભાઈ મોરે લગ્ન પહેલા તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યું, હું દરેકને મત આપવા અપીલ કરું છું. તમારે તેનો બગાડ ન કરવો જોઈએ. આજે મારા લગ્ન સવારના હતા પણ મેં મુલતવી રાખ્યા છે અને હવે સાંજે થશે. આ માટે મારે મહારાષ્ટ્ર જવું પડશે. અહીં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ પોતાનો મત આપ્યો.

LIVE Updates 12:22 PM: રમેશભાઈ ધડુકે તેમની પત્ની સાથે કર્યુ મતદાન

  • રાજકોટ: ગોંડલ વિધાનસભાની ચૂંટણીનું મતદાન
  • રમેશભાઈ ધડુકે તેમની પત્ની સાથે કર્યુ મતદાન
  • પોરબંદરના સાંસદ છે રમેશ ધડુક
  • ગોંડલમાં ચાલી રહેલા જુથવાદ મુદ્દે આપ્યુ નિવેદન
  • જૂથવાદની અસર પરિણામ પર બિલકુલ નહીં થાય
  • ગોંડલની બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોવાનું આપ્યું નિવેદન

LIVE Updates 11:44 AM : વિધાનસભા ચૂંટણીને લઇ વરઘોડિયામાં પણ ઉત્સાહ

  • વરરાજા-દુલ્હને પણ કર્યુ મતદાન
  • પહેલા મતદાન, પછી કન્યાદાન
  • મતદાનની જાગૃતિને લઇ પહેલા કર્યુ મતદાન
  • આજે 1લી ડિસે.રાજ્યમાં ઘણાં સ્થળે લગ્નનો માહોલ
  • વરરાજા-વધુએ મત આપી નીભાવી મતદાતા તરીકે પ્રથમ ફરજ

LIVE Updates 11:44 AM :પાકિસ્તાનમાં જન્મેલી મહિલાએ કર્યું મતદાન

  • પાકિસ્તાનમાં જન્મેલી મહિલાએ કર્યું મતદાન
  • 21 વર્ષ બાદ પ્રથમવાર ભારતમાં કર્યું મતદાન
  • 2019માં મળ્યું હતું ભારતનું નાગરિકત્વ
  • પરિવાર સાથે કર્યું મતદાન
  • મતદાન કરી વ્યક્ત કરી ખુશી

LIVE Updates 11:44 AM : ખોટકાયું EVM

  • વલસાડના રેલવે યાર્ડ ખાતે બુથ પર ખોટકાયું EVM
  • બુથ નં. 205 ના બુથ પર EVM ખોટકાતા લોકો હેરાન
  • છેલ્લા અડધો કલાકથી મતદાન પ્રક્રિયા બંધ
  • અધિકારીઓ મશીન બદલવાની કામગીરી હાથ ધરાઈ

LIVE Updates 11:44 AM : ગોપાલ ઇટાલિયાનો મોટો આરોપ, જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે ધીમું મતદાન

આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. ઇટાલિયાએ એક ટ્વીટમાં લાગ્યું કે કતારગામ વિધાનસભામાં જાણી જોઈને ધીમું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ પર નિશાન સાધતા ગોપાલ ઇટાલયાએ કહ્યું કે @ECISVEEpuis માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં કામ કરે છે, તો પછી તમે ચૂંટણી કેમ કરાવો છો? સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે પરંતુ કતારગામમાં માત્ર 1.41 ટકા મતદાન શક્ય બન્યું છે.

LIVE Updates 11:39 AM :પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે 18.72 ટકા મતદાન

Untitled 7 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

  • સૌથી વધુ મતદાન ડાંગમાં 24.00
  • સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 16.49
  • જિલ્લા પ્રમાણે વિગતો

અમરેલી 19,ભરૂચ. 17.57,ભાવનગર 18.84,બોટાદ. 18.50,ડાંગ. 24.99,દેવભૂમિ દ્વારકા 15.86,ગીર સોમનાથ 20.75,જામનગર 17.85,જુનાગઢ 18.85,કચ્છ 17.62,મોરબી 22.27,નર્મદા 23.73,નવસારી 21.79,પોરબંદર 16.49,રાજકોટ 18.98,સુરત 16.54,સુરેન્દ્રનગર 20.67,તાપી. 26.47,વલસાડ. 19.57.

LIVE Updates 11:20 AM :માંગરોળનાં વાંકલ ગામે દુલ્હને કર્યું મતદાન

  • સુરતઃ લગ્નનાં દિવસે દુલ્હન મતદાન કરવા પહોંચી
  • માંગરોળનાં વાંકલ ગામે દુલ્હને કર્યું મતદાન
  • ડિમ્પલ નાયક નામની દુલ્હન મતદાન કરવા પહોંચી
  • વાંકલ પ્રાથમિક શાળા બુથ ખાતે મતદાન કર્યું
  • અન્ય લોકોને મતદાન કરવા કરી અપીલ

LIVE Updates 11:15 AM :મનસુખ માંડવિયાએ ભાવનગરમાં મતદાન કર્યું.

LIVE Updates 10 :05 AM : કેન્દ્રીય મંત્રીએ મતદાન પહેલા લોકો સાથે કરી વાતચીત

ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મતદાન કરતા પહેલા ભાવનગરના હાનોલ ગામના લોકો સાથે વાતચીત કરી હતી.

LIVE Updates 10 :59 AM :રાજકોટમાં નરેશ પટેલે કર્યુ મતદાન

  • ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે કર્યુ મતદાન
  • લોકોને મતદાન કરવા કરી અપીલ
  • સારા લોકો ચૂંટાઈને આવે તેવી વ્યક્ત કરી ઈચ્છા
  • લોકોના પ્રશ્નને વાચા આપનાર વ્યક્તિ ચૂંટાય તેવી ઈચ્છા

LIVE Updates 10 :47 AM :પૂર્વ રાજ્યમંત્રી ચીમન શાપરિયાએ કર્યું મતદાન

  • જામનગરઃ પૂર્વ રાજ્યમંત્રી ચીમન શાપરિયાએ કર્યું મતદાન
  • જામજોધપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર
  • પરિવાર સાથે ચીમન સાપરિયાએ કર્યું મતદાન
  • લોકોને મતદાન કરવા ચીમન સાપરિયાએ કરી અપીલ

LIVE Updates 10 :47 AM :કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કર્યું મતદાન

  • જામનગરઃ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કર્યું મતદાન
  • જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પણ છે
  • નારણપર ગામે મતદાન મથકે કર્યું મતદાન
  • લોકોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા કરી અપીલ

LIVE Updates 10 :47 AM : મેયર હેમાલી બોઘાવાલાએ કર્યું મતદાન

  • સુરતઃ મેયર હેમાલી બોઘાવાલાએ કર્યું મતદાન
  • મતદાન જાગૃતિનો સંદેશો આપતા મતદાન કર્યું
  • સાયકલ ચલાવીને મેયર મતદાન મથક પર પહોંચ્યા
  • સાયકલ ચલાવી મતદાન મથક પહોંચ્યા હતા મેયર

LIVE Updates 10 :45 AM : રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેઓ પત્ની રિવાબા જાડેજા સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે મીડિયાને કહ્યું કે તે તેની પત્ની સાથે ઉભો છે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, “હું લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું. લોકોને આશા છે કે રિવાબા સારું કામ કરશે.”

LIVE Updates 10 :44 AM :  મુમતાઝ પટેલે કર્યું મતદાન

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના અંકલેશ્વર ખાતે મતદાન કર્યું. મુમતાઝે કહ્યું કે અમે પરિવર્તનની વાત કરી રહ્યા છીએ. એન્ટી ઇન્કમ્બન્સી ઘટાડવા માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. અહીં (અંકલેશ્વર) કાંટાની ટક્કર છે.

mumtaz patel ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 10 :41 AM : ભાઈ પ્રત્યેનો મારો પ્રેમ એવો જ રહે છે, જાણો ભાભી માટે શું બોલ્યા નયના જાડેજા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસ માટે પ્રચાર કરનાર નયના જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ‘આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં એવા ઘણા પરિવારો છે જેમના પરિવારના સભ્યો વિવિધ રાજકીય પક્ષો માટે કામ કરે છે. તમારે તમારા વિચારથી સંતુષ્ટ થવું જોઈએ. તમે તમારું 100 ટકા આપો અને શ્રેષ્ઠ જીતશે. નયના જાડેજાએ કહ્યું કે મારા ભાઈ પ્રત્યેનો મારો પ્રેમ સમાન છે. અત્યારે મારી ભાભી ભાજપના ઉમેદવાર છે. તે ભાભી તરીકે સારા છે.

LIVE Updates 10 :30 AM :વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કર્યું મતદાન

  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કર્યું મતદાન
  • વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કર્યું મતદાન
  • નીમાબેન આચાર્યએ પરિવાર સાથે કર્યું મતદાન

LIVE Updates 10 :17 AM : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો મત આપ્યો

LIVE Updates 10 :15 AM : ગુજરાતમાં ચૂંટણી પર મહિલા મતદાર – પહેલા મતદાન પછી ઘરનું કામ

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કડક સુરક્ષા વચ્ચે ગુરુવારે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારથી જ અનેક સ્થળોએ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. એક મહિલાએ કહ્યું કે પહેલા વોટિંગ પછી ઘરનું કામ, વૃદ્ધ પતિ-પત્નીએ કહ્યું કે વર્ષોથી વોટ આપવા માટે પહેલા આવીએ છીએ. ઉત્સાહી વૃદ્ધ પુરુષો, મહિલાઓ અને યુવાનો સવારે 8 વાગ્યા પહેલા મતદાન કરવા માટે સારી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.

LIVE Updates 10 :11 AM :જાડેજાના પિતા કઈ પાર્ટી સાથે,પોતે જણાવ્યું

આ ચૂંટણીમાં એક રસપ્રદ બાબત એ છે કે જ્યારે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભાજપની ટિકિટ પર મેદાનમાં છે ત્યારે ક્રિકેટરની બહેન કોંગ્રેસ સાથે છે. આ રસપ્રદ ઘરેલુ ચૂંટણી વાતાવરણમાં રવિન્દ્ર જાડેજાના પિતા કોની સાથે છે તે જાણવામાં ઘણાને રસ છે. આનો જવાબ ક્રિકેટરના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, હું કોંગ્રેસની સાથે છું. પાર્ટીની બાબતો કૌટુંબિક બાબતોથી અલગ હોય છે. આપણે આપણી પાર્ટી સાથે જોડાયેલા રહેવું જોઈએ, હું વર્ષોથી તેની સાથે છું. અમે જાણીએ છીએ કે તે પાર્ટીની બાબત છે, પારિવારિક સમસ્યા નથી.

LIVE Updates 10 :08 AM :પૂજાના  પરીવેશમાં  મતદાન કરવા પહોંચ્યા જૈન સમાજના લોકો

untitled design 2022 12 01t100334.642 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 10 :05 AM :કેશુ નાકરાણી દ્વારા મતદાન કરાયું

  • ભાવનગરઃ કેશુ નાકરાણી દ્વારા મતદાન કરાયું
  • ગારીયાધાર તાલુકામા ધારારાસભ્ય છે કેશુ નાકરાણી
  • ભાજપના ઉમેદવાર છે કેશુભાઈ નાક રાણી
  • ગારીયાધારના ધારાસભ્ય દ્વારા મતદાન કરાયું

LIVE Updates 10 :01 AM :બાબુ બોખીરીયા કર્યું મતદાન

  • પોરબંદરઃ ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયા કર્યું મતદાન
  • આગેવાનો અને પરિવારજનોએ સાથે કર્યું મતદાન
  • વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ મતદાન મથક પર કર્યું મતદાન
  • મતદારોના ઉત્સાહને લઈને બાબુભાઇ બોખીરિયાએ કર્યા વખાણ

LIVE Updates 9:59 AM :અર્જુન મોઢવાડીયા એ કર્યું મતદાન

  • પોરબંદરઃ અર્જુન મોઢવાડીયા એ કર્યું મતદાન
  • કોંગ્રેસના ઉમેદવાર છે અર્જૂન મોઢવાડીયા
  • પોતાના ગામ મોઢાવાડા ગામે કર્યું મતદાન
  • પોતાના ધર્મપત્ની સાથે બાદ કર્યું મતદાન
  • લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી

LIVE Updates 9:59 AM :ગોપાલ ઇટાલિયાએ કર્યું મતદાન

AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબી કેન્દ્રવર્તી શાળામાં બનેલા મતદાન મથક પર મતદાન કર્યું.

untitled design 2022 12 01t095823.817 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 9:56 AM :ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયાએ કર્યું મતદાન

  • સુરતઃ ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયાએ કર્યું મતદાન
  • કતારગામ વિધાનસભા ભાજપના ઉમેદવારે મતદાન કર્યું
  • વિનોદ મોરડીયા ઘરેથી પૂજા કરી મતદાન કર્યું
  • ઢોલ નગારા સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું
  • ભાજપને જંગી લીડ મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો
  • મોટી સંખ્યા માં.લોકો મતદાન કરે તેવી અપીલ કરી

LIVE Updates 9:56 AM : 100 વર્ષીય મહિલાએ મતદાન કર્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે 100 વર્ષીય કમુબેન લાલાભાઈ પટેલે પ્રથમ તબક્કામાં મતદાન કર્યું હતું.

अमेरिका

LIVE Updates 9:55 AM :પ્રતાપ દુધાતે કર્યું મતદાન

  • અમરેલીઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે કર્યું મતદાન
  • સાવરકુંડલા કોગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત
  • કાક્રચ ગામે પ્રાથમિક શાળામાં પ્રતાપ દુધાતે મતદાન કર્યું

LIVE Updates 9:50 AM :અનંત પટેલે કર્યું મતદાન

  • નવસારીઃ અનંત પટેલે કર્યું મતદાન
  • વાંસદા વિ.સભાના ધારાસભ્ય છે અનંત પટેલ
  • અનંત પટેલે ઉનાઇ ગામાં ખાતે કર્યું મતદાન
  • હાથમાં બિરસા મુંડાની પ્રતિમા લઈને કર્યું મતદાન

LIVE Updates 9:47 AM :ઉના બેઠકના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન

  • ગીર સોમનાથઃ ઉના બેઠકના ભાજપ ઉમેદવારે કર્યું મતદાન
  • કે.સી. રાઠોડએ પરીવાર સાથે કર્યું મતદાન
  • માતાના આશીર્વાદ લઈ મતદાન કર્યુ
  • લોકોને મતદાન કરવા કરી અપીલ

LIVE Updates 9:39 AM :પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા

Untitled 5 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

  • ગાંધીનગર: પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા
  • પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી 4.92 %
  • સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા
  • સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા
  • અમરેલી 4.68,ભરૂચ 3.44,ભાવનગર 4.13,બોટાદ 4.62,ડાંગ 7.76,દેવભૂમિ દ્વારકા 4.09,ગીર સોમનાથ 5.17,જામનગર 4.42,જુનાગઢ 5.04,કચ્છ 5.06,મોરબી 5.17,નર્મદા 5.30,નવસારી 5.33,પોરબંદર 3.92,રાજકોટ 4.45,સુરત 3.54,સુરેન્દ્રનગર 5.41,તાપી 7.25,વલસાડ 5.58

LIVE Updates 9:32 AM :ઓલપાડમાં દર્શન નાયકે કર્યું મતદાન

  • સુરતઃ ઓલપાડમાં દર્શન નાયકે કર્યું મતદાન
  • ઓલપાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર છે દર્શન નાયક
  • વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ
  • મતદાન મથકો પર વહેલી સવારથી લાઈન લાગી
  • જિલ્લાનાં1.50 લાખ નવયુવાનો આજે મતદાન કરશે

LIVE Updates 9:29 AM :ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મતદાન કર્યું

  • સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મતદાન કર્યું
  • શારદા નિકેતન પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
  • મતદાન મથક બહાર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત
  • સી આર પાટીલે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી

LIVE Updates 9:21 AM :મનપા કમિશનરે કર્યું મતદાન

  • રાજકોટઃ મનપા કમિશનરે કર્યું મતદાન
  • પત્ની સાથે મનપા કમિશનરે કર્યું મતદાન
  • અમિત અરોરા છે રાજકોટ મનપા કમિશ્નર
  • લોકો ને મતદાન કરવા કરી અપીલ

LIVE Updates 9:21 AM :કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ કર્યું મતદાન

  • જુનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન
  • ઉમેદવાર ભીખાભાઈ જોશીએ કર્યું મતદાન
  • પાંચ વર્ષ રહી ચૂક્યા છે ધારાસભ્ય ભીખાભાઈ જોશી
  • તેમની કામગીરીને જોઈ મતદાન કરવા કરી અપીલ

LIVE Updates 9:19 AM :કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું

  • નવસારીઃ કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું
  • ચીખલીની મજીગામ પ્રા.શાળા ખાતે કર્યુ મતદાન
  • મતદાન કરતા સમયે આદિવાસીનો કેસ ધારણ કર્યો
  • નવસારીઃ વાસદાના ઉનાઈ ખાતે EVM ખોટકાવ્યું
  • ઉનાઈ ગામે આવેલાબંને મતદાન મથકો ઉપર EVM ખોટવાયા
  • ઇવીએમ ખોટવાતા મતદાન સમયમાં વિલંભ થયું

LIVE Updates 9:17 AM : મતદાન બાદ પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું – મને વિશ્વાસ છે કે ભાજપ સરકાર બનાવશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આજે મતદાન કર્યું હતું. પોતાનો વોટ આપ્યા બાદ પૂર્વ સીએમએ કહ્યું કે હું લોકોને વોટ આપવા આવવાની અપીલ કરું છું. લોકશાહીની સુરક્ષા માટે મતદાન જરૂરી છે. મને ખાતરી છે કે આ ચૂંટણી પછી ભાજપ સરકાર બનાવશે. લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે અને તેમના આશીર્વાદ તેમના પર છે.

LIVE Updates 9:12 AM : પૂર્વ સીએમ વિજય રૂપાણી તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

untitled design 2022 12 01t091120.472 ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66.50 ટકા મતદાન

LIVE Updates 9:11 AM :ગણપતસિંહ વસાવા અને પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા

  • સુરતઃ લોકશાહીના પર્વની ઉજવણી
  • માંગરોળમાં વિવિધ બુથો પર મતદાનની પ્રક્રિયા શરૂ
  • ભાજપનાં ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ કર્યું મતદાન
  • ગણપતસિંહ વસાવા અને પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા
  • વાડી ગામે પ્રાથમિક શાળા મતદાન મથકમાં મતદાન કર્યું
  • દરેક મતદારોને મતદાન કરવા કરી અપીલ

LIVE Updates 9:05  AM :મોદી લોકોના દિલમાં છે – સીઆર પાટીલ

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે, મોદીનો જાદુ દરેક સમયે અને દરેક જગ્યાએ છે. તે લોકોના દિલમાં છે. લોકો તેમનામાં વિશ્વાસ કરે છે. મોદી તેમના ભરોસા પર ખરા ઉતરેછે.

LIVE Updates 9:01 AM :ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન શરૂ

  • સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન શરૂ
  • સાંધીયેર પ્રા.શાળા મતદાન બુથ પર મતદાનની પ્રક્રિયા શરૂ
  • મતદાનને લઇને મતદારોમાં ઉત્સાહનો માહોલ
  • વહેલી સવારથી મતદારોની લાઈન જોવા મળી

LIVE Updates 8:56 AM : કોંગ્રેસના ધારાસભ્ય સાઇકલ પર સિલિન્ડર રાખીને મતદાન કરવા નીકળ્યા, VIDEO

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં અલગ જ ચિત્રો સામે આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી પોતાની સાઇકલ પર સિલિન્ડર રાખીને મતદાન કરવા બહાર આવ્યા હતા. ગેસના વધેલા ભાવ બતાવવા માટે તે પોતાની સાયકલ પર સિલિન્ડર લઈને વોટ આપવા નીકળ્યા હતા.

LIVE Updates 8:55 AM :રાજ્ય પશુપાલન મંત્રી દેવા માલમે કર્યું મતદા

  • જૂનાગઢઃ કેશોદ 88 વિધાનસભામાં મતદાન શરૂ
  • રાજ્ય પશુપાલન મંત્રી દેવા માલમે કર્યું મતદાન
  • માંગરોળ તાલુકાના થલ્લી ગામે કર્યુ મતદાન
  • મતદાન પહેલા દાડમદેવના દર્શન કરી કર્યું મતદાન
  • મંત્રી સાથે મતદાન કરવા પરીવાર અને ગામ લોકો જોડાયા

LIVE Updates 8:50 AM :કૌશિક વેકરીયાએ કર્યું મતદાન

  • અમરેલીઃ પ્રથમ ચરણના મતદાનનો પ્રારંભ
  • ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયાએ કર્યું મતદાન
  • અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે
  • પોતાના ગામ દેવરાજીયા ખાતે સજોડે મતદાન કર્યું
  • દેવરાજીયા ગામમા મતદાનને લઈને અનેરો ઉત્સાહ

LIVE Updates 8:47 AM :મંત્રી જીતુ ચૌધરીએ કર્યું મતદાન

  • વલસાડઃ મંત્રી જીતુ ચૌધરીએ કર્યું મતદાન
  • કપરાડા ભાજપના ઉમેદવાર અને મંત્રી છે
  • કાકડકોપર ગામ ખાતે મંત્રી જીતુ ચૌધરીએ કર્યું મતદાન
  • પરિવાર સાથે મતદાન જીતુ ચૌધરીએ મતદાન કર્યું
  • મંત્રી જીતુ ચૌધરીએ મતદાનની કરી અપીલ
  • વહેલી સવારથી જ વલસાડના મતદાન મથકો પર ભીડ
  • જિલ્લા 1395 મતદાન મથકો ઉપર મતદાન શરૂ

LIVE Updates 8:47 AM :ભાજપના ઉમેદવારે કર્યું મતદાન

  • જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
  • દક્ષિણ વિધાનસભાના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
  • દિવ્યેશ અકબરી છે 79 વિધાનસભા ભાજપના ઉમેદવાર
  • દિવ્યેશ અકબરીએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાન

LIVE Updates 8:45 AM :સંજય કોરડીયાએ કર્યું મતદાન

  • જૂનાગઢ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
  • જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
  • ઉમેદવાર સંજય કોરડીયાએ કર્યું મતદાન
  • તમામ લોકોને મતદાન કરવા કરી અપીલ
  • પરિવાર સાથે આવી કર્યું મતદાન

LIVE Updates 8:38 AM :હીરા સોલંકીએ કર્યું મતદાન

  • અમરેલીઃ ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ કર્યું મતદાન
  • જાફરાબાદ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
  • હીરા સોલંકી તેમના પરિવાર સાથે જાફરાબાદ મતદાન કર્યું

LIVE Updates 8:37 AM : કિરીટસિંહ રાણાએ કર્યું મતદાન

  • સુરેન્દ્રનગરઃ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ કર્યું મતદાન
  • લીંબડી વિધાનસભા બેઠક માટે કર્યું મતદાન
  • ભલગામડા ખાતે પોતાના પરિવારજનો સાથે કર્યું મતદાન
  • જંગી બહુમતીથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
  • લીંબડીના મત વિસ્તારના મતદારોને મત આપવા કરી અપીલ

LIVE Updates 8:34 AM :સુરતમાં મતદાન મથક પર મહિલા મતદાતાઓ કતારમાં

ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન સુરતમાં ઉભા કરાયેલા મતદાન મથકની તસવીર સામે આવી છે. આ બૂથ પર સૌથી વધુ મહિલા મતદારો જોવા મળ્યા હતા. અહીં મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી જોવા મળી છે. તે કતારમાં ઉભા રહીને પોતાનો મત આપી રહી હતી.

LIVE Updates 8:24 AM :અક્ષર મંદિરના સંતો દ્વારા મતદાન

  • રાજકોટઃ ગોંડલ અક્ષર મંદિરના સંતો દ્વારા મતદાન
  • પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાએ કર્યું મતદાન
  • મોટી સંખ્યામાં મતદારો મત અધિકાર માટે પહોંચ્યા

LIVE Updates 8:24 AM : ઇવીએમ ખોટકાયું

  • પારડી બેઠક પર ઇવીએમ ખોટકાયું
  • વાપીમાં પણ ઇવીએમ ખોટકાવાની ફરિયાદ
  • કનુ દેસાઇ વોટિંગ માટે પહોંચતા ઇવીએમ ખોટકાયું
  • નાણામંત્રી કનુભાઇ મતદાન કરવા પહોંચ્યા હતા
  • તે સમયે મતદાન મથકે ઇવીએમ ખોટકાયું
  • વાપીની જ્ઞાનધામ શાળામાં ખોટકાયું ઇવીએમ

LIVE Updates 8:22 AM : મંગુભાઇ પટેલે નવસારીમાં કર્યુ મતદાન

નવસારીમાં  MPના રાજ્યપાલ મંગુભાઇ પટેલે નવસારીની કોન્વેન્ટ સ્કુલમાં મતદાન કર્યુ.પોતાની ધર્મપત્ની સાથે બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.

LIVE Updates 8:21 AM : કેજરીવાલે કહ્યું- તમારી પાસે સુવર્ણ તક છે.

LIVE Updates 8:21 AM : ગુજરાતના મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

LIVE Updates 8:18 AM :મતદાન માટે મતદાન મથકો પર કતારો

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લોકો મતદાન કરવા માટે મતદાન મથકો પર કતારમાં ઉભા છે. જે તસવીરો સામે આવી છે તેમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે જેઓ મતદાન કેન્દ્રની બહાર ઉભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહી છે.

LIVE Updates 8:14 AM :જામનગરમાં રિવાબાએ કર્યુ મતદાન

જામનગર ઉત્તરના ભાજપ ઉમેદવાર રિવાબા મતદાન મથક પર પહોંચીને પોતા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રિવાબાએ મતદાન કરી શુભેચ્છા પણ પાઠવી હતી.

LIVE Updates 8:11 AM :પૂર્ણેશ મોદી મતદાન કરવા રવાના

સુરતમાં ઢોલ નગારા સાથે પૂર્ણેશ મોદી મતદાન કરવા રવાના થયા છે.મોટી સંખ્યામાં લોકો પૂર્ણેશ મોદી સાથે જોડાયા છે. રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી સુરતમાં મતદાન કરતા પહેલા તેમના નિવાસસ્થાને પ્રાર્થના કરતા જોવા મળ્યા છે.થોડી જ વારમાં પૂર્ણેશ મોદી મતદાન મથક પર પહોંચશે.

LIVE Updates 8 :01 AM : ગુજરાતઃ પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન શરૂ

LIVE Updates 7:45 AM : સારા શિક્ષણ અને નોકરી માટે મત આપો – મનીષ સિસોદિયા

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગુજરાતના દરેક બાળકને સારું શિક્ષણ, દરેક યુવકને નોકરી અને દરેક નાગરિકને સારી સ્વાસ્થ્ય સુવિધા માટે તમારો મત આપો. તમારા વોટના આધારે તમારો પોતાનો પરિવાર અને સમગ્ર ગુજરાત પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધશે. જે પક્ષ મફત શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીને રેવડી કહે છે અને 27 વર્ષથી તેના મિત્રોના હજારો કરોડો રૂપિયાની લૂંટ ચલાવે છે, આ વખતે તેમને સત્તા પરથી દૂર કરવા માટે મત આપો.

LIVE Updates 7:39 AM : વોટિંગ પહેલા PMની અપીલ – વધુમાં વધુ સંખ્યામાં વોટ કરો

ગુજરાતમાં મતદાન શરૂ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ વોટિંગ પહેલા ટ્વીટ કર્યું છે કે વધુમાં વધુ લોકો વોટ કરો. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું લોકોને, ખાસ કરીને યુવાઓને અપીલ કરું છું કે જેઓ બીજી વખત મતદાન કરશે, તેઓ રેકોર્ડ સંખ્યામાં આવીને મતદાન કરો.

LIVE Updates 7:38 AM : અમિત શાહે લોકોને વોટ કરવાની કરી અપીલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બની ગયું છે, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. હું પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યા સાથે મતદાન કરો.

LIVE Updates 7:12 AM : 25,434 મતદાન મથકો પર થશે મતદાન

આજે 25,434 મતદાન મથકો પર મતદાન થશે. તેમાંથી 9,018 શહેરી અને 16,416 ગ્રામીણ વિસ્તારોમાં છે. મતદાન માટે 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ અને 38,749 VVPAT નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 2,20,288 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં રોકાયેલા છે. 27,978 પ્રિસાઇડિંગ ઓફિસર અને 78,985 પોલિંગ ઓફિસરને ચૂંટણીના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે.

LIVE Updates 6:55AM : પહેલીવાર મળ્યો છે મતદાન કરવાનો મોકો, આદિવાસીઓ ખુશીમાં નાચ્યા; જુઓ વીડિયો

ગુજરાતમાં મતદાન પહેલા રાજ્યના મિની આફ્રિકન ગામ તરીકે ઓળખાતા જાંબુરની એક ફની તસવીર સામે આવી છે. અહીં રહેતા લોકોને પ્રથમ વખત મતદાન કરવાનો મોકો મળ્યો છે. મતદાન પહેલા અહીં લોકો ખુશીથી નાચતા જોવા મળ્યા હતા.

LIVE Updates 6:47AM :ભાજપના ઉમેદવારોને તેમના કામનો પુરસ્કાર આપવામાં આવશે – રિવાબા

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાના મતદાન પહેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની મહેનતનું આજે ફળ મળશે. રિવાબા જાડેજા જામનગર (ઉત્તર)થી ભાજપના ઉમેદવાર છે. તેમણે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે.

LIVE Updates 6:43 AM : સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતદાન

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ગુરુવારે એટલે કે આજે પ્રથમ તબક્કાના મતદાન માટે 25,434 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં શહેરી વિસ્તારોમાં 9,018 મતદાન મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં 16,416 મતદાન મથકોનો સમાવેશ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ અને 38,749 VVPAT નો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો:ચૂંટણી પહેલા રેકોર્ડ 750 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત

આ પણ વાંચો:રાહુલ ગાંધીનું સોફ્ટ હિંદુત્વ મધ્યપ્રદેશમાં ફરી સત્તામાં કરશે વાપસી? જીતનો રસ્તો શોધી રહી છે કોંગ્રેસ

આ પણ વાંચો:ગુજરાતમાં આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન, આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો