સુરતના જાણીતા બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ
પોતાની ઓફિસમાં બિલ્ડરે ખાધી ઘેનની ગોળીઓ
બિલ્ડરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
લેણદારોની સતત ધમકીથી આપઘાતના પ્રયાસની ચર્ચા
હાલ નરેશ અગ્રવાલની તબિયત સ્થિર હોવાના સમાચાર
સુરતના જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે 14 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં ખચેડવામાં આવ્ટ્રાયા છે. હાલ તેઓની હાલત નાજુક છે. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ જ કઈ કહી શકાય એમ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે લેણદારની સતત ધમકી મળતા અને કરોડોનું દેવું થવાના કારણે નરેશ અગ્રવાલે આપઘાતના પ્રયાસ કર્યો છે. એટલુ જ નહીં પણ આપઘાતના પ્રયાસ પહેલા એક વિડીયો બનાવી મિત્રોમાં શેર કર્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. નરેશ અગ્રવાલે સારોલીની પોતાની ઓફિસમાં જ 14 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સારોલીમાં નવનિર્મિત પ્રોજેકટ ફેઈલ થઈ જતા રોકાણકારો એ ઉઘરાણી શરૂ કર્યા હોવાનું માનસિક તણાવ પણ આપઘાત ના પ્રયાસનું એક કારણ હોય શકે.