Gujarat Election/ કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરના વિવાદિત આપેલા નિવેદન મામલે ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે. આ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને અપીલ પણ કરી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
4 1 2 કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરના વિવાદિત આપેલા નિવેદન મામલે ભાજપે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ગુજરાતમાં ગઇકાલે કોંગ્રેસના  ઉમેદવાર  ચંદનજી ઠાકોરએ એક વિવાદિત નિવેદન આપતા સમગ્ર ગુજરાતમાં હાલ આ ટોક ઓફ ધ નેશન બન્યું છે.સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત નિવેદનથી રાજનીતિ ગરમાઇ ગઇ છે.  ‘દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે’ તે અંગેના નિવેદનનો કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયા બાદ ખુદ સીએમ પોતે ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ મારફતે નિશાન સાધ્યું અને કોંગ્રેસ ઉમેદવારના શબ્દોને શરમજનક ગણાવ્યા હતા. જે વીડિયો અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઇ હતી. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે. આ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને અપીલ પણ કરી છે.

કોંગ્રેસના સિદ્ધપુરના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વાયરલ વીડિયો અંગે ચૂંટણી પંચમાં ફરીયાદ દાખલ થઇ છે. ભાજપે ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં દેશને લઘુમતી સમાજ જ બચાવી શકે તે અંગેના નિવેદનને લઇને સવાલો ઊભા થયા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર વાર કરતા કહ્યું કે આ શરમજનક શબ્દો છે. હાર જોઇ ચુકેલ વિપક્ષ ફરી એકવાર લઘુમતી તુષ્ટિકરણ તરફ જતી હોવાના પણ ભૂપેન્દ્ર પટેલએ આક્ષેપ કર્યો છે.