Accident/ પુણે-બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 48 વાહનોને ભારે નુકશાન

પુણેમાં રવિવારે એક ગમખવાર  અકસ્માત થયો હતો. અહીં પુણે-બેંગલુરુ હાઈવે પર નવલે પુલ પર બ્રેક ફેઈલ થવાને કારણે એક ટેન્કર અનેક વાહનો સાથે અથડાયું હતું

Top Stories India

પુણેમાં રવિવારે એક ગમખવાર  અકસ્માત થયો હતો. અહીં પુણે-બેંગલુરુ હાઈવે પર નવલે પુલ પર બ્રેક ફેઈલ થવાને કારણે એક ટેન્કર અનેક વાહનો સાથે અથડાયું હતું. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં લગભગ 48 વાહનોને નુકસાન થયું છે.  પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

સ્થાનિક પોલીસ અને પુણે શહેર અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની ફાયર સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના નવલે બ્રિજ વિસ્તારમાં રાત્રે લગભગ 8.30 વાગ્યે બની હતી. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે ઈજાના પ્રકાર વિશે કોઈ માહિતી નથી. પીએમઆરડીએ ફાયર વિભાગના ફાયર ઓફિસર સુજીત પાટીલે જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોને નજીકમાં રહેતા નાગરિકો દ્વારા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.