Indian Army's action/ અરુણાચલ પ્રદેશમાં તવાંગની ઘટના પછી ભારતની સરહદ પર મોટાપાયે લશ્કરી કવાયતની તૈયારી

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ હવે આર્મીથી લઈને એરફોર્સ એલર્ટ પર છે. ભારતીય વાયુસેના આગામી 48 કલાકમાં ચીનની સરહદને અડીને આવેલા ચાર એરબેઝ પર એક મોટી સૈન્ય કવાયત કરવા જઈ રહી છે.

Top Stories India
Indian army અરુણાચલ પ્રદેશમાં તવાંગની ઘટના પછી ભારતની સરહદ પર મોટાપાયે લશ્કરી કવાયતની તૈયારી
  • સરહદ પર મોટાપાયે એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન ખડકતું ભારત
  • ચીનને સંદેશો આપવા માટે યોજાઈ રહ્યો છે યુદ્ધાભ્યાસ
  • તાજેતરમાં ઉત્તરાખંડ સરહદે અમેરિકા સાથેના ભારતના યુદ્ધાભ્યાસથી ગિન્નાયુ હતુ ચીન

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ હવે આર્મીથી લઈને એરફોર્સ એલર્ટ પર છે. ભારતીય વાયુસેના આગામી 48 કલાકમાં ચીનની સરહદને અડીને આવેલા ચાર એરબેઝ પર એક મોટી સૈન્ય કવાયત કરવા જઈ રહી છે. આ કવાયતમાં હવાઇદળના ફાઈટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોન સામેલ થશે. આ દાવપેચ એરફોર્સના ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા કરવામાં આવશે.

આ કવાયત 15 અને 16 ડિસેમ્બરે ચીનની સરહદ પાસે યોજાશે. જે ચાર એરબેઝ પર વાયુસેનાનો આ દાવપેચ યોજાશે તેમાં તેજપુર, ચાબુઆ, જોરહાટ અને હાશિમારાનો સમાવેશ થાય છે. તાજેતરમાં અમેરિકાના લશ્કર સાથે ઉત્તરાખંડ સરહદે થયેલા યુદ્ધાભ્યાસના લીધે ચીન ગિન્નાયુ હતુ.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે નજીક 9 ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આવા સમયે ભારતીય હવાઇદળની આ કવાયતને તવાંગમાં થયેલી અથડામણ સાથે પણ જોડવામાં આવી રહી છે.

જો કે, વાયુસેનાનું કહેવું છે કે આ એક નિયમિત કવાયત છે અને તેની પહેલેથી તારીખ હતી અને તેને અથડામણ સાથે કોઈ લેવાદેવા નથી.આ કવાયતનો હેતુ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે નજીક 9 ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.આવા સમયે ભારતીય વાયુસેનાની આ કવાયતને તવાંગમાં થયેલી અથડામણ સાથે પણ જોડવામાં આવી રહી છે.

જો કે, વાયુસેનાનું કહેવું છે કે આ એક નિયમિત કવાયત છે અને તેની પહેલેથી તારીખ હતી અને તેને અથડામણ સાથે કોઈ લેવાદેવા નથી.આ કવાયતનો હેતુ પૂર્વીય ક્ષેત્રમાં તેની કામગીરી અને ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. પૂર્વોત્તર કમાન્ડ દ્વારા ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદો પર નજર રાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ

India China Tawang/ તવાંગમાં ચીન સાથેની અથડામણ પર અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું

FIFA World Cup – 2022/ ફિફા વર્લ્ડ કપ 2022ઃ મેસીની પેનલ્ટી કિકે ક્રોએશિયા સામેની બાજી ફેરવી નાખી