Not Set/ શું ખરેખર નવા વર્ષમાં ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિંમ જોંગ ઉનનું હ્રદય પરિવર્તન થયુ?

ઉત્તર કોરિયાનું નામ આવે અને તે દેશનાં તાનાશાહની વાત ન થાય તેવુ કેવી રીતે બની શકે? આ દેશનો રાજ કહો કે નેતા કહો કે હીરો કહો બધુ જ કિંમ જોંગ ઉન છે. કહેવાય છે કે, હવે આ તાનાશાહનું હ્રદય પરિવર્તન થયુ છે. 

Top Stories World
કિંમ જોંગ ઉન

ઉત્તર કોરિયાનું નામ આવે અને તે દેશનાં તાનાશાહની વાત ન થાય તેવુ કેવી રીતે બની શકે? આ દેશનો રાજ કહો કે નેતા કહો કે હીરો કહો બધુ જ કિંમ જોંગ ઉન છે. કહેવાય છે કે, હવે આ તાનાશાહનું હ્રદય પરિવર્તન થયુ છે. તો શું સમગ્ર વિશ્વમાં ક્રૂર સરમુખત્યારની છબી ધરાવતા ઉત્તર કોરિયાનાં શાસક કિમ જોંગ ઉનનું હૃદય પરિવર્તન થયું છે? શું નવા વર્ષમાં કિમ જોંગ ઉનની છબી બદલાશે? આ પ્રશ્નો એટલા માટે છે કારણ કે ગત વર્ષ પછી કિમ જોંગ ઉને નવા વર્ષ માટે જે લક્ષ્યો નક્કી કર્યા છે તે અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી.

આ પણ વાંચો – રસીકરણ /  સુરેન્દ્રનગર જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકો માટે સોમવારથી રસીકરણ અભિયાનનો પ્રારંભ : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

2021 નાં અંતિમ દિવસે પોતાના સંબોધન દરમ્યાન આ સરમુખત્યારે પરમાણુ હથિયારોને બદલે અનાજની વાત કરી છે. ઉત્તર કોરિયા પર 10 વર્ષથી રાજ કરી રહેલા કિમ જોંગ ઉન પોતાના તાનાશાહી અને હિંસક વ્યવહાર માટે જાણીતા છે, પરંતુ નવા વર્ષમાં કિમ જોંગ ઉને પોતાને બદલવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક મીડિયા અનુસાર, કિમ જોંગ ઉને તેમના સંબોધન દરમ્યાન ઘાતક હથિયારો અને અમેરિકા વિશે વાત કરવાને બદલે ટ્રેક્ટર ફેક્ટરીઓ, સ્કૂલ યુનિફોર્મ અને ખાદ્યપદાર્થો જેવા મુદ્દાઓ પર વાત કરી. ગયા વર્ષનાં અંતિમ દિવસે શુક્રવારે પોતાના ભાષણમાં તાનાશાહે કહ્યું હતું કે, વર્ષ 2022 માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ અને લોકોનાં જીવનને સુધારવાનું રહેશે. વર્ક્સ પાર્ટી ઓફ કોરિયાની 8મી સેન્ટ્રલ કમિટીની બેઠકનાં છેલ્લા દિવસે કિમ જોંગ ઉને આ વાત કહી. સોમવારથી આ બેઠક ચાલી રહી હતી. 2011માં પિતાનાં અવસાન બાદ કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાની ગાદી પર બેઠા હતા. શાસનનાં 10 વર્ષ પૂરા થવા પર આ બેઠકમાં કિમ જોંગ ઉનનાં 10 વર્ષનાં શાસનનો હિસાબ પણ રાખવામાં આવ્યો હતો. કિમ જોંગ ઉને પોતાના ભાષણમાં અગાઉની બાબતોને પણ પુનરાવર્તિત કરી હતી, જેમાં મહત્વપૂર્ણ નીતિ નિર્માણની વાત કરવામાં આવી હતી. આ સિવાય દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથે રાજદ્વારી સંબંધો વધારવાની વાત થઈ રહી છે. જોકે, ઉત્તર કોરિયાનાં સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયેલા ભાષણનાં સારાંશમાં અમેરિકાનો ઉલ્લેખ નથી. આમાં માત્ર કોરિયાનાં આંતરિક અને વિદેશી સંબંધો પર ચર્ચા કરવામાં આવી છે. આ ભાષણમાં દેશની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કિમ જોંગ ઉને કહ્યું કે, મહામારી દરમ્યાન સરહદી લોકડાઉનને કારણે દેશ ઘણો અલગ થઈ ગયો હતો. આગામી વર્ષ માટે આ લક્ષ્‍યાંક નક્કી કરવામાં આવ્યો છે કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય. લોકોને ખાવાની ગેરંટી મળી શકે. આ સિવાય કિમ જોંગ ઉને દેશમાં મહત્વપૂર્ણ ફેરફારો અને વિકાસનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો – વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ /  વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત કરી..!!

કિમ જોંગ ઉનનું મોટાભાગનું ભાષણ ઘરેલું વિષયો પર કેન્દ્રિત હતું. જેમાં ગામડાઓનાં વિકાસ, લોકોને અનાજ, શાળાનાં ગણવેશ અને સમાજમાં ફેલાયેલી બુરાઈઓને નાબૂદ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કિમ જોંગ ઉને કહ્યું કે, દેશની સેનાએ ગત વર્ષમાં નવી ઊંચાઈઓને સ્પર્શી છે. જે ટ્રેક્ટર ફેક્ટરી વિશે કિમ જોંગ ઉને કહ્યું છે તે અંગે કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેક્ટરનો ઉપયોગ મિસાઈલ છોડવા માટે કરવામાં આવશે.