ભાવ વધારો/ નૂતનવર્ષ-2022નાં પ્રારંભે જનતાનાં શિરે આર્થિક બોજો, CNG અદાણીનાં ભાવમાં વધારો

આજથી નવ વર્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સાથે જ નાગરિકોને વધુ એક મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. જી હા, નૂતન વર્ષ 2022 નાં પ્રારંભે નાગરિકોનાં શિરે આર્થિક બોજો આવ્યો છે.

Top Stories Business
CNG ભાવ વધારો
  • નૂતનવર્ષ-2022ના પ્રારંભે પ્રજાને શિરે આર્થિક બોજો
  • સીએનજી અદાણીમાં આજથી ભાવ વધારો
  • સીએનજી અદાણી પ્રતિ કિલોનો ભાવ રૂ.70.09 અમલી
  • અગાઉનો ભાવ પ્રતિ કિલો રૂ.67.58
  • સીએનજીમાં પ્રતિ કિલો રૂ.2.51નો ભાવ વધારો
  • સીએનજી ભાવ વધતાં રિક્ષાચાલકોને આર્થિક નુક્સાન
  • રિક્ષાચાલકોએ સીએનજી સબસીડી કે ભાવ ઘટાડાની માગ

આજથી નવ વર્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આ સાથે જ નાગરિકોને વધુ એક મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. જી હા, નૂતન વર્ષ 2022 નાં પ્રારંભે નાગરિકોનાં શિરે આર્થિક બોજો આવ્યો છે. CNG અદાણીમાં આજથી ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો – દેશના 160 થી વધુ પ્રબુદ્ધ / નાગરિકોનો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને ખુલ્લો પત્ર, ધર્મ સંસદમાં અભદ્ર ભાષણ કરનારાઓ સામે કાર્યવાહીની માંગ

આપને જણાવી દઇએ કે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકોને મોંઘવારીની ભેટ મળી છે. પહેલા જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાથી ત્રાહીમામ પોકારી રહેલી જનતા હવે CNG નાં ભાવ વધારાથી ખિસ્સાને વધુ ખાલી કરવા તૈયાર રહેશે. જી હા, અહી આપને જણાવી દઇએ કે, CNG અદાણીએ પ્રતિ કિલોનાં ભાવમાં વધારો કરી દીધો છે. CNG અદાણી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 70.09 અમલી થયો છે. અગાઉનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 67.58 હતો જેમા રૂપિયા 2.51 નો ભાવ વધારો ઝીંકાયો છે. CNG ભાવ વધતા રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઇ રહ્યુ છે. વળી રિક્ષા ચાલકોની વાત કરીએ તો તેમની માંગ છે કે, અમને CNG માં સબસીડી આપો અથવા તેના ભાવમાં ઘટાડો કરો. જો કે આ પહેલીવાર નથી કે રિક્ષા ચાલકો CNG નાં ભાવ વધારા બાદ વિરોધ કરી રહ્યા છે આ પહેલા પણ તેઓ ભાવ વધારા પર વિરોદ પ્રદર્શન નોંધાવી ચુક્યા છે.

આ પણ વાંચો – Bollywood / કોરોનામાંથી સાજા થયા બાદ કરીના કપૂર, સૈફ અને બાળકો પહેલીવાર ક્રિસમસ લંચ માટે બહાર જોવા મળી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રિક્ષા ચાલકોએ CNG નાં ભાવમાં વધારો થયા બાદ રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા નિર્ધારિત કરવાની માંગણી કરી હતી. ઉપરાંત રિક્ષા ચાલકોને નડતા અનેક પ્રશ્નો મદ્દે રિક્ષા ચાલકોએ કાળી પટ્ટી બાંધીને તેમની માંગણીની રજૂઆત કરી હતી. CNG ગેસનાં ભાવ વધારામાં સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને પડતું હોય છે. CNG નાં ભાવ વધતા રિક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, રિક્ષા યુનિયન ભાવ ઘટાડાવાની માંગ કરી રહ્યું હતું. આ પહેલા તેમણે ભૂખ હડતાળ,વિરોધ પ્રદર્શન કરવાની રિક્ષા ચાલકોએ વાત કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…