UP/ BSP સુપ્રિમો માયાવતીએ પાર્ટીનાં 7 બળવાખોર MLA ને કર્યા સસ્પેન્ડ

બસપાનાં વડા અને યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પાર્ટીનાં સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.

Top Stories India
db 28 BSP સુપ્રિમો માયાવતીએ પાર્ટીનાં 7 બળવાખોર MLA ને કર્યા સસ્પેન્ડ

બસપાનાં વડા અને યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પાર્ટીનાં સાત બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે, બુધવારે બસપાનાં સાત ધારાસભ્યો અસમલ ચૌધરી, અસલમ રાઇની, મોહમ્મદ મુજ્તબા સિદ્દીકી, હાકીલ લાલ બિંદ, હરગોવિંદ ભાર્ગવ, સુષ્મા પટેલ અને વંદના સિંહે પાર્ટી વિરુદ્ધ બળવો કરતા સપાનાં પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી, જે પછી તેના એસપીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.

વળી રાજ્યસભાની ચૂંટણીમાં બસપાનાં ઉમેદવાર રામજી ગૌતમનાં નામાંકન પત્રમાંથી 4 ધારાસભ્યોએ પણ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. આ ધારાસભ્યોનો આરોપ છે કે માયાવતી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ટેકો મેળવવા માંગે છે. વળી સમાજવાદી પાર્ટી પર આક્રમક વલણ ધરાવતા, માયાવતીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમારી પાર્ટીએ નિર્ણય લીધો છે કે, ઉત્તરપ્રદેશની ભાવિ વિધાનસભાની ચૂંટણીમાં અમે કોઈ પણ સંજોગોમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારને જીતવા દઇશું નહીં. અમે સપાનાં ઉમેદવારને હરાવવા માટે પૂરી તાકાત લગાવીશું અને જો તેના માટે અમારે અમારો મત ભાજપનાં ઉમેદવારને કે અન્ય પાર્ટીનાં કોઇ ઉમેદવારને આપવો પડશે તો અમે આપીશું.

લોકસભાની ચૂંટણી દરમિયાન, અમારી પાર્ટીએ સાંપ્રદાયિક શક્તિઓને હરાવવા સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યો હતો, પરંતુ તેમના પારિવારિક વિવાદોને કારણે તેમને બસપા સાથે જોડાણનો લાભ મળ્યો નહતો. ચૂંટણી બાદ સપાનાં નેતાઓએ વાત કરવાનું બંધ કરી દીધું હતું અને તેથી બસપા મહાગઠબંધનથી અલગ થઇ ગઈ હતી.

આ છે તે સાત બળવાખોર ધારાસભ્યો

અસલમ રાઇની (ભિનગા-શ્રાવસ્તિ)

અસલમ અલી (ઢોલાના-હાપુડ)

મુજતબા સિદ્દીકી (પ્રતાપપુર-અલ્હાહાબાદ)

હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ)

હરગોવિંદ ભાર્ગવ (સિધૌલી-સીતાપુર)

સુષ્મા પટેલ (મુંગરા બાદશાહપુર)

વંદના સિંહ (સગડી-આઝમગઢ)