Cricket/ અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી ફરી વધશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી સિરીઝની ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સાવધ છે અને હવે તેનો પ્રયાસ અહીં જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં…

Top Stories Sports
Team India Difficulty

Team India Difficulty: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી સિરીઝની ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ઈન્દોર ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સાવધ છે અને હવે તેનો પ્રયાસ અહીં જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાનો છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે અહીં મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે ઓસ્ટ્રેલિયા અમદાવાદ ટેસ્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

અહેવાલો અનુસાર સિરીઝની છેલ્લી ટેસ્ટમાં માત્ર સ્ટીવ સ્મિથ જ ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ સ્વદેશ પરત ફર્યો છે કારણ કે તેની માતાની તબિયત ખૂબ જ ખરાબ છે. આવી સ્થિતિમાં તેની વાપસી હજુ સુધી નિશ્ચિત નથી. જો પેટ કમિન્સ પરત નહીં ફરે તો માત્ર સ્ટીવ સ્મિથ જ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. જણાવી દઈએ કે ભારતમાં કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે અને ઈન્દોરમાં પણ કાંગારૂ ટીમે તેમના નેતૃત્વમાં જીત મેળવી હતી.

સ્ટીવ સ્મિથે 5 ટેસ્ટ મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 2માં જીત અને 2માં હાર થઈ છે. જ્યારે એક ટેસ્ટ મેચ ડ્રો રહી છે. સ્ટીવ સ્મિથ અમદાવાદ ટેસ્ટમાં પણ પોતાની ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરશે, જેથી સિરીઝ બરાબરી પર રહે. આ સાથે જ ટીમ ઈન્ડિયા આ મેચમાં વાપસી કરવા ઈચ્છશે.

ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (C), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેટ કુહનમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (VC), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન

ભારતીય ટીમઃ રોહિત શર્મા (C), કેએલ રાહુલ (VC), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. , ઉમેશ યાદવ , સૂર્યકુમાર યાદવ , જયદેવ ઉનડકટ

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ

પ્રથમ ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રને જીત્યું

બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટે જીત્યું

ત્રીજી ટેસ્ટ – ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું

ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ

આ પણ વાંચો: Pakistan/પાકિસ્તાને ચીની નાગરિકોને આપી સુરક્ષા, 1500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત

આ પણ વાંચો: Cricket/સુરેશ રૈના બન્યા ભારતના મહારાજાના કેપ્ટન, 10 માર્ચથી શરૂ થશે નવી સિઝન

આ પણ વાંચો: Narendra Modi/વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, જાણો શું છે મુદ્દો