demolition/ જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત

જામનગરમાં આજે સવારે સાઈચા ગેંગના ગેરકાયદે થયેલા બાંધકામને ધ્વસ્ત કરવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી હતી. આ ગેંગના ગેરકાયદે થયેલ બાંધકામમાં…….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 18T193057.260 જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત

Jamnagar News: ગુજરાત પોલીસે આજે જામનગરના નામચીન સાઈચા ગેંગ વિરૂદ્ધ ઓપરેશન ડિમોલિશન પાર પાડ્યું છે. બેદી વિસ્તારમાં સરકારી જમીન પર સાઈચા ગેંગે ગેરકાયદે 6 બંગલા ઊભા કર્યા હતા જેને આજે સવારે તોડી નાખવામાં આવ્યા છે.

જામનગરમાં આજે સવારે સાઈચા ગેંગના ગેરકાયદે થયેલા બાંધકામને ધ્વસ્ત કરવાની કામગીરી પોલીસે શરૂ કરી દીધી હતી. આ ગેંગના ગેરકાયદે થયેલ બાંધકામમાં 28000 ફૂટ બનેલું મહબૂબ સાઈચાનો બંગલો, માધાપાર ભૂંગા વિસ્તારમાં 25000 ફૂટ પર 10 રૂમો ધરાવતી ઓફિસ, દરગાહની પાસે 10 રૂમોવાળી એક હોટલ પર આજે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

ગુનાહિત ઈતિહાસ ધરાવતી સાઈચા ગેંગની ગુંડાગીરીનો સફાયો કરવા આજે પોલીસ અને કલેક્ટર દ્વારા સંયુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રેવન્યુ વિભાગ, પીજીવીસીએલ અને કલેક્ટરન દ્વારા સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતું.

સાઈચા ગેંગના ગુનાહિત ઈતિહાર પર નજર કરીએ તો જુગાર, જમીનો પચાવવી પાડવી, ધમકીઓ સહિત અનેક ગુનાકીય પ્રવૃતિઓ કરવાનો ઈતિહાસ રહેલો છે. ઉપરાંત, વકીલ પાલેજાની હત્યા કરવાના આરોપોનો ખુલાસો કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ