Allegation/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું

નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ લખ્યુ કે ‘ એ એક એવી શક્તિ છે જેણે આજે ભારતના અવાજને, ભારતની સંસ્થાઓને CBI, IT, ED, ચૂંટણી પંચ, મીડિયા, ભારતના ઉદ્યોગ જગતને અને ભારતીય સમગ્ર બંધારણના માળખાને તેમની પકડમાં રાખ્યા છે. એ શક્તિ માટે……….

Top Stories India
Beginners guide to 2024 03 18T195234.398 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદનથી રાજકારણ ગરમાયું

New Delhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શક્તિ વાળા નિવેદનથી ભાજપે પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નારી શક્તિના અપમાનના આરોપ લગાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ સામે જવાબ આપતા એક્સ પર પોસ્ટ કરીને કહ્યુ કે, “મોદીજીને મારી વાત સારી નથી લાગતી અને તેઓ હંમેશા અર્થ બદલવાની કોશિશ કરે છે. કારણ કે તેઓ જાણે છે કે મેં સાચી હકીકત બોલી રહ્યો છું.”

નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ લખ્યુ કે ‘ એ એક એવી શક્તિ છે જેણે આજે ભારતના અવાજને, ભારતની સંસ્થાઓને CBI, IT, ED, ચૂંટણી પંચ, મીડિયા, ભારતના ઉદ્યોગ જગતને અને ભારતીય સમગ્ર બંધારણના માળખાને તેમની પકડમાં રાખ્યા છે. એ શક્તિ માટે નરેન્દ્ર મોદીજી ભારતની બેંકોથી હજારો કરોડોની લોન માફ કરે છે. જ્યારે ભારતનો ખેડુત કંઇક હજાર રૂપિયા લોન ચુકવવા અસમર્થ હોવાથી તે આત્મહત્યા કરે છે. એ જ શક્તિને ભારતના બંદરો, ભારતના વિમાન મથકો આપી દેવામાં આવે છે. જ્યારે ભારતના યુવાનોને અગ્નિવીરની ભેટ આપીને એમની હિમ્મત તોડી નાખવામાં આવે છે.

કર્ણાટકના શિવમોગામોમાં PM મોદીએ કહ્યુ કે, ઘણા રાજકીય જાણકાર કહે છે કે નારી શક્તિ મોદીની મૂંગી મતદાર છે. પણ મારા દેશની નારી શક્તિ મતદાર નહી પણ માં શક્તિ સ્વરૂપા છે. એમણે એ પણ જણાવ્યુ કે, INDI ગઠબંધનના લોકો નારી શક્તિને કચડી દેવા માંગે છે અને તેને ખતમ કરી નાખવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરની નામચીન ગેંગની ગેરકાયદે પચાવી પાડેલી મિલકતો ધ્વસ્ત

આ પણ વાંચો: ઐયાસ પુત્રવધૂ/ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

આ પણ વાંચો:MLA Kirit Patel/‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ