ઐયાસ પુત્રવધૂ/ ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

અમદાવાદના નરોડા રોડ પર આવેલા કુબેરેશ્વર મહાદેવ ખાતેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઐયાસ પુત્રવધુએ સાસુ-સસરાની જીંદગી નર્ક બનાવી દીધી છે. જેથી દિવ્યાંગ સાસુ અને સસરા દર-દરની ઠોકરો ખાવા મજબૂર બન્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 5 1 ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

અમદાવાદઃ અમદાવાદના નરોડા રોડ પર આવેલા કુબેરેશ્વર મહાદેવ ખાતેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઐયાસ પુત્રવધુએ સાસુ-સસરાની જીંદગી નર્ક બનાવી દીધી છે. જેથી દિવ્યાંગ સાસુ અને સસરા દર-દરની ઠોકરો ખાવા મજબૂર બન્યા છે. વૃદ્ધ બહાદુર ચાવલાના પુત્ર સુરજના લગ્ન વર્ષ 2011માં પંજાબના લુધિયાના ખાતે રહેતી સંતોષ ચિતારા સાથે થયા હતા. જયારે પુત્ર સુરજ ઓફિસ જતો રહેતો અને બાળકો શાળાએ જતા ત્યારે પુત્રવધુ મોબાઇલમાં વિડીયો કોલિંગ કરી પરપુરૂષો સાથે બિભત્સ વાતો કરતી હતી. તેના કેટલાક મહિનાઓ બાદ સાસુ-સસરા દવાખાને ગયા હતા અને અચાનક ઘરે આવતા પુત્રવધુ સંતોષ પરપુરૂષ સાથે ઘરમાં નગ્ન અવસ્થામાં જોવા મળી હતી. સસરા બહાદુરભાઇએ આ અંગે પુત્રવધૂને ટોકતા તેણે ગળું દબાવી દેવાની ધમકી આપી હતી.

Daughter in law 1 ઐયાશ પુત્રવધુએ સાસુસસરાની જિંદગી નર્ક બનાવી

પુત્રવધુનું આ કારસ્તાન સસરાએ વેવાઇ જગદીશ ચિતારાને ફોન કરીને જણાવી હતી અને પુત્રવધૂના ભાઇ બહેનને પણ ફોન કરી જાણ કરી હતી, જેથી પુત્રવધૂ પોતાના પિયર લુધિયાના જતી રહી હતી. તેના પછી પુત્રવધુ પિયર જતી રહેતા બહાદુરભાઇ અને તેમના પત્ની પુત્રવધૂને તેડવા માટે પંજાબના લુધિયાના ગયા હતા.  પુત્રવધુ પિયર જતી રહેતા પુત્રનું ઘર બગડે નહી તેમ માનીને બહાદુરભાઇ અને તેમના પત્ની પુત્રવધૂને તેડવા માટે પંજાબના લુધિયાના ગયા હતા. જયા પુત્રવધૂ સંતોષ અને તેના પિતા જગદીશ ચિતારા પુત્રવધૂની બહેન રેખા ચાવલા અને સંતોષના ભાઇએ મારી નાંખવાની ધમકી આપી હતી. આમ છતાં બહાદુરભાઇએ સમાજ રૂએ પુત્રવધુને પરત લાવવા ચારથી પાંચ વખત લુધિયાના જઇને પ્રયાસ કર્યા હતા.પરંતુ સંતોષ અને તેના પરિવારજનો તમે વૃધ્ધાશ્રમમાં જતા રહેશો અને 25 લાખ રોકડા આપશો તો જ સાસરીમાં આવીશ તેમ કહ્યું હતું.

પુત્રવધુ અને તેના પિયરીઆઓ હવે ફોન કરીને પણ પંજાબમાં ખોટી પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. પુત્રવધુના આ કારસ્તાનથી સાસુ-સસરા હવે એટલી હદે કંટાળી ગયા છે કે નર્ક સમાન જીંદગી જીવી રહ્યા છે. આ અંગે સસરાએ પુત્રવધુ સામે કુષ્ણનગર પોલીસ સ્ટેશનથી માંડી પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે આ મામલે સાસરાએ વ્યભિચારી પુત્રવધૂ સામે કુષ્ણનગર પોલીસ સ્ટેશનથી માંડી પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું ઈલેક્ટોરલ બોન્ડ