Not Set/ અ’વાદ: ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરવાનો મામલો, પીઆઈએલને હાઇકોર્ટે માન્ય રાખી

અમદાવાદ, બંદર લાઈટ હાઉસ ખાતે ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરવાનો મામલો પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. પવનચક્કી હટાવો આંદોલન સમિતિ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ જેમાં એવા આક્ષેપ મુકવામાં આવ્યા છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોને તમામ નિયમોને નેવે મુક્યા છે અને સુરતની ખાનગી કંપની કે.પી.એનર્જીએ પવનચક્કી ઉભી કરી છે. જે શાળા નજીક અને રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને […]

Top Stories
mantavya 319 અ'વાદ: ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરવાનો મામલો, પીઆઈએલને હાઇકોર્ટે માન્ય રાખી

અમદાવાદ,

બંદર લાઈટ હાઉસ ખાતે ગેરકાયદેસર પવનચક્કી ઉભી કરવાનો મામલો પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. પવનચક્કી હટાવો આંદોલન સમિતિ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ જેમાં એવા આક્ષેપ મુકવામાં આવ્યા છે.

કોસ્ટલ રેગ્યુલેશન ઝોને તમામ નિયમોને નેવે મુક્યા છે અને સુરતની ખાનગી કંપની કે.પી.એનર્જીએ પવનચક્કી ઉભી કરી છે. જે શાળા નજીક અને રહેણાંક વિસ્તારમાં આવેલી છે અને આવી એક નહિ કુલ ૯ જેટલી ગેરકાયદેસર રીતે પવનચક્કીઓ ઉભી કરાઈ છે.

જેના પગલે આંદોલન સમિતિએ આ મામલે તમામ સ્થળે રજૂઆત કરી હતી. જોકે, કોઈ નિકાલ ન આવતા આખરે ગામના તમામ સ્થાનિકો હાઇકોર્ટના શરણે પહોંચ્યા હતા અને પીઆઈએલ દાખલ કરી હતી.

જો કે, આ પીઆઈએલ હાઇકોર્ટે પણ માન્ય રાખી છે અને આ સંબંધિત વિભાગોને નોટીસ કાઢી છે. જયારે હવે આ મામલે વધુ સુનવણી 7 જાન્યુઆરીએ હાથ ધરાશે.