Not Set/ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે Team India ની જાહેરાત, ધોનીની વાપસી

મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં રમાનાર વન-ડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વન-ડે અને ટી-20 શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી […]

Top Stories Trending Sports
BCCI announced Team India ODI-T-20 Squad for Australia and New Zealand Series

મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં રમાનાર વન-ડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વન-ડે અને ટી-20 શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમ (Team India) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીને હવે ટી-20માં સ્થાન નહીં મળે તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. જોકે ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે ફેબ્રુઆરીમાં ટી-20 શ્રેણી અંતર્ગત ત્રણ મેચ રમવામાં આવશે.

મહેન્દ્રસિંહ ધોની ઓસ્ટ્રેલિયા સામે પણ વન-ડે શ્રેણીમાં રમશે. ટી-20 શ્રેણીમાં હાર્દિક અને કૃણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે અશ્વિનને ટી-20 કે વનડે બંનેમાંથી એક પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે 12 જાન્યુઆરીથી ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ થનાર છે.

ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે Team India – વિરાટ કોહલી(સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલિલ અહમદ.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલિલ અહમદ, મોહમ્મદ શમી.