સુરત/ ચીનમાં ફેલાયેલ “રહસ્યમયી બિમારી”ને લઈ રાજ્ય સરકાર એલર્ટ, જાણો શું આપ્યા આદેશ

કેન્દ્ર સરકારે ભારતની સિવિલ હોસ્પિટલને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.જેને લઈ સુરત સીવીલ હોસ્પિટલ પ્રશાશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Top Stories Gujarat Surat
“રહસ્યમયી બિમારી”
  • સુરત: ચીનમાં “રહસ્યમયી બિમારી”ને લઇ લોકોમાં ફફડાટ
  • રોગને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાઈ ગાઈડલાઈન
  • રાજ્ય સરકાર દ્વારા પણ તંત્રને તૈયારી કરવા અપાઈ સૂચના
  • સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરાઇ તૈયારી
  • સિવિલ હોસ્પિટલ દ્વારા ઑક્સિજન પ્લાન્ટ ધમધમતા કરાયા

@દિવ્યેશ પરમાર 

Surat News: કોરોના બાદ ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી “રહસ્યમયી બિમારી” ફેલાઈ છે.આ બીમારી ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે, જે રીતે કોરોના ના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર થયો હતો.તેવી જ શ્વાસને લાગતી ન્યુમોનિયા જેવી બિમારીએ ફરી માથું ઉચકતા જ કેન્દ્ર સરકારે ભારતની સિવિલ હોસ્પિટલને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.જેને લઈ સુરત સીવીલ હોસ્પિટલ પ્રશાશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સમગ્ર વિશ્વ અને WHO સહિત ચિંતામાં મુકાયા છે કારણ કે ચીનમાં બાળકોમાં શ્વાસને લગતી બિમારી જોવા મળી છે. ઈન્ફ્લુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, સાર્સ- કોવિડ-2 વગેરે જેવી બીમારી જોવા મળી રહી છે. તેંજ બાબતને ધ્યાને રાખી શહેર અને જિલ્લા તમામ આરોગ્ય તંત્ર, જિલ્લા અને શહેર આરોગ્ય અધિકારી, સિવીલ તમામને એલર્ટ થવા આ એડવાઈઝરી દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સમયે જે મૃત્યુએ તાંડવ જોવા મળ્યો હતો.અને ત્યારે જે કઈ કચાસ રહી ગઈ હતી. તેને લઈ સરકાર અત્યાર કોઈ ચૂક કરવા માંગતી નથી.

કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ અત્યારથી જ તમામ આરોગ્ય તંત્રને એડવાઈઝરી થકી સૂચના આપી દેવામાં આવી છે. જેમાં હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ, સાધનસામગ્રી, સુવિધાઓ, ટેસ્ટીંગ સહિતની બાબતોની સમીક્ષા કરી ઉપલબ્ધતાની ખાતરી કરી લેવા સૂચના આપવામાં આવી છે  આ તમામ વસ્તુઓને અપડેટ કરવા તથા કામગીરી  કરે છે કે નહિ તે પણ ચકાસી લેવા સૂચના આપી છે.

તબીબી અધિકારીઓ, ફીજીશ્યન, એનેસ્થેટીસ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ, લેબટેક, સ્ટાફ નર્સ તથા અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ સેન્સેટાઈઝ કરવા, ઓક્સિજન પ્લાન્ટથી લઈને હોસ્પિટલોમાં વેન્ટીલેટર, પીપીઈ કીટ, એન્ટીવાયરલ દવાઓ વગેરે પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા, આઈસોલેશન વોર્ડ શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો ચકાસી લેવા જણાવાયું છે.જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

પીપીઈ કીટ તેમજ દવાઓ સહિત તમામ વસ્તુ ચકાસી લેવામાં આવી છે .જેમાં હોસ્પિટલ પ્રશાંશન દ્વારા ફાયર વિભાવ તેમજ ઓક્સીજન પ્લાન્ટ બને ની મોકડ્રિલ કરી ચકાસણી કરાઈ હતી..કોઈ પણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ પ્રસાસન સજ્જ થઈ ગયું છે.


whatsapp ad White Font big size 2 4 ચીનમાં ફેલાયેલ “રહસ્યમયી બિમારી”ને લઈ રાજ્ય સરકાર એલર્ટ, જાણો શું આપ્યા આદેશ


આ પણ વાંચો:પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત

આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ