વડોદરા/ પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ

સંસ્કારી નગરી વડોદરાને લજતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મંજૂસર અને સાવલી રૉડ પર મોડી રાત્રે જઇ રહેલી એક પરિણાતા પર જીઆરડી જવાને દુષ્કર્મ આચર્યુ છે.

Gujarat Vadodara
જીઆરડી
  • વડોદરાઃ મંજુસર-સાવલી રોડ પર દુષ્કર્મની ઘટના
  • લામડાપુરા બસ સ્ટેન્ડ પાસે GRD જવાને આચર્યુ દુષ્કર્મ
  • પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર દુષ્કર્મ

Vadodara News: સંસ્કારી નગરી વડોદરાને લજતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મંજૂસર અને સાવલી રૉડ પર મોડી રાત્રે જઇ રહેલી એક પરિણાતા પર જીઆરડી જવાને દુષ્કર્મ આચર્યુ છે. પતિ સાથે ઝઘડો થયા બાદ મોડી રાત્રે સહેલીના ઘેર એકલી જવા નીકળેલી બે સંતાનોની માતાને મંજુસર સાવલી રોડ પર લામડાપુરા ગામના બસ સ્ટેન્ડ પર આંતરી એક જીઆરડી જવાને બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ બાદમાં સમગ્ર ઘટના પોતાની સહેલીને જણાવતા જીઆરડી જવાનનો ભાંડો ફૂટી ગયો હતો. હાલમાં પોલીસે જીઆરડી જવાનની ધરપકડ કરી લીધી છે.

માલતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતી 35 વર્ષની પરિણીતા બે સંતાનોની માતા છે. તા.19ના રોજ રાત્રે પતિ સાથે ઝઘડો થતાં તે ઘેરથી નીકળી કાલોલ ખાતે રહેતી તેની બહેનપણીના ઘેર જતી હતી. રિક્ષામાં બેસી મંજુસર બસ સ્ટેન્ડ  સુધી આવી હતી અને મોડી રાત્રે કોઈ વાહન ના મળતાં ચાલતા ચાલતા સાવલી તરફ જતી હતી. આ દરમિયાન પરિણીતાને જીઆરડી જવાને જોયા બાદ દાનત બગાડી હતી, તેને પૂછપરછના બહાને જીઆરડી જવાને કેબિન પાછળ લઈ ગયો હતો, તેને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.

દુષ્કર્મ બાદ પરિણીતા બહેનપણીને ત્યાં કાલોલ ગઈ હતી અને બે દિવસ રહી ઘેર પરત ફરી ત્યારે પતિએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે બળાત્કાર ગુજારનાર મંજુસર પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન સોહિલ ચંદુભાઇ ચૌહાણ (રહે.ટુંડાવ)ની ઓળખ કરી તેની અટકાયત કરી છે. તેનો લામડાપુરા પોઇન્ટ હતો તેમ જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 પતિ સાથે ઝગડા બાદ ઘર છોડી જતી પરિણિતા પર જીઆરડી જવાને આચર્યુ દુષ્કર્મ


આ પણ વાંચો:દીપડો બન્યો બાળકભક્ષી, દોલતપર વિસ્તારમાં 2 વર્ષના બાળક પર કર્યો હુમલો

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં ભરશિયાળે કેસર કેરીના આગમને બધાને અચંબામાં નાખ્યા

આ પણ વાંચો:યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં આજે દેવ દિવાળીએ છપ્પન ભોગ

આ પણ વાંચો:આજે માવઠાનું કોઈ સંકટ નહીઃ ખેડૂતોને સૌથી મોટી રાહત