Family News/ સાટા પદ્ધતિએ થતાં લગ્નનું વરવું પરિણામઃ એક સાથે ચારના લગ્નજીવનમાં ભંગાણ

રાજ્યમાં આજે પણ સાટાપદ્ધતિએ થતાં લગ્નના વરવા પરિણામનું વધુ એક દાહરણ સામે આવ્યું છે. સાટા પદ્ધતિની આ પરંપરાના લીધે ચાર કુટુંબોનો માળો વીંખાવવાની તૈયારીમાં છે. સૌરાષ્ટ્રનો આવો કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટ સમક્ષ આવ્યો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 28T151753.575 સાટા પદ્ધતિએ થતાં લગ્નનું વરવું પરિણામઃ એક સાથે ચારના લગ્નજીવનમાં ભંગાણ

અમદાવાદઃ રાજ્યમાં આજે પણ સાટાપદ્ધતિએ થતાં લગ્નના વરવા પરિણામનું વધુ એક દાહરણ સામે આવ્યું છે. સાટા પદ્ધતિની આ પરંપરાના લીધે ચાર કુટુંબોનો માળો વીંખાવવાની તૈયારીમાં છે. સૌરાષ્ટ્રનો આવો કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટ સમક્ષ આવ્યો છે.

અમરેલીના લાઠી ગામના એક જ કુટુંબના ભાઈબહેને પોતાના સંતાનોના લગ્ન એકબીજાના સંતાન સાથે કોલ કરવાના વચન આપી દીધા હતા. આ સમાજમાં મામા-ફોઈના સંતાનો વચ્ચે લગ્નો થાય છે. લગ્નનુ વચન આપ્યું ત્યારે બહેનની બે દિકરીઓની ઉંમર ચાર વર્ષ હતી અને ભાઈના બે દીકરા છ વર્ષના હતા. મામાફોઈના સંતાનોના લગ્ન કરવાની તેમની પરંપરાને કારણે તેમણે બાળકોને નાનપણથી તેમના પાર્ટનર અંગે જાણ કરી હતી. યુવાન થતાની સાથે જ બંને દીકરીઓને તેમના મામાના ઘરે (સાસરે) વળાવી હતી.

લગ્નના થોડા સમયમાં જ મોટા દીકરાને બીજી જગ્યાએ પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. તે જ સમયે ઘરમાં ઝગડો થયો હતો અને નાના દીકરાને પોતાની મોટી સાળી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. આમ માબાપના કોલના લીધે હાલ કોર્ટમાં 4-4 જિંદગી છૂટાછેડા માટે આવી છે.

અમદાવાદની ફેમિલી કોર્ટના સંકુલમાં સોમવારે ત્રણ વ્યક્તિઓ તેમના કુટુંબના વડીલો સાથે બેઠા હતા. કોર્ટમાં છૂટાછેડાની અરજી મટે વકીલે તેમને બોલાવ્યા હતા. તેમા કોર્ટના સંકુલમાં જ બે વડીલો વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી અને મારામારી સુધી પહોંચી હતી. તેમના વકીલે વચ્ચે પડીને મામલો થાળે પડ્યો હતો.

વકીલે જણાવ્યું હતું કે લગ્ન હવે વડીલો દ્વારા નક્કી થતાં નથી. તેમના અસીલને અભ્યાસ દરમિયાન અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ પિતાએ આપેલા કોલ મુજબ તેમને ફોઈની દીકરી સાથે પરણવું પડ્યુ હતુ. પરંતુ લગ્ન બાદ તેમનો સંબંધ તે યુવતી સાથે ચાલુ રહેતા તેમની પત્નીને જામ થતાં મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો છે. આ સંબંધને સાચવવાનો વડીલો પ્રયત્ન કરતા હતા ત્યારે કુટુંબમાં બીજી મુશ્કેલી સર્જાઈ હતી. આ જ કુટુંબના નાના દીકરાને તેની પત્ની નહીં, પરંતુ પોતાની ભાભી એટલે કે મોટી સાળી સાથે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

બંને કુટુંબના વડીલો વચ્ચે સંતાનોએ રજૂઆત કરી હતી કે નાનપણમાં નક્કી થયેલા લગ્નના લીધે તેમના જીવન બગડ્યા છે. હવે ચારેયનું દાંપત્યજીવન તૂટવાના આરે છે અને બે કુટુંબ તૂટ્યા છે. છૂટાછેડાની અરજી કોર્ટમાં ફાઇલ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો