ગાંધીનગર/ 9 વર્ષની ભત્રીજીની ચતુરાઇ, મોબાઇલમાં ગેમ રમતા શોધ્યું કાકાના આપઘાતનું કારણ

ગાંધીનગરના કલોકમાં એક યુવકે થોડા દિવસ પહેલા ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. જેના આપઘાતનું કારણ પરિવારજનો જાણી શક્યા ન હતા. ત્યારે આવામાં એક 9 વર્ષની બાળકીએ આ આપઘાતનુ કારણ શોધી કાઢ્યુ છે.

Gujarat Others
આપઘાતનું કારણ

ક્યારે ક્યારે નાના બાળકો રમત રમતમાં એવા કારનામા કરી નાખી છે જેનાથી લોકોને ક્યારેક તો ઘણું નુકશાન થાય છે. જ્યારે ક્યારેક તેમના કારનામાના કારણે તેઓ એવું કરી નાખે છે. જેનાથી લોકોને ઘણો ફાયદો થતો હોય છે. ત્યારે આવું જ કંઇક ગાંધીનગરના કલોકમાં એક યુવકે થોડા દિવસ પહેલા ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. જેના આપઘાતનું કારણ પરિવારજનો જાણી શક્યા ન હતા. ત્યારે આવામાં એક 9 વર્ષની બાળકીએ આ આપઘાતનુ કારણ શોધી કાઢ્યુ છે. યુવકની ભત્રીજીએ કાકાના ફોનને અનલોક કરતા જ યુવકે કેમ આપઘાત કર્યો છે તે જાણી શકાયું હતું. તો આવો તમને પણ જણાવીએ કે યુવક સાથે એવું તો શું થયું હતું કે તેણે આપઘાત….

આપને જણાવી દઈએ કે, ગાંધીનગરના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં 14 એપ્રિલના રોજ કેતન રાવલ નામનો યુવક તેના ઘરેથી કહ્યા વગર જ નીકળી ગયો હતો. મોડા સુધી કેતન ઘરે પરત ન આવ્યો તો પરિવારજનોએ કેતનની શોધખોળ શરૂ કરી હતી. તેમ છતાં પણ કેતન મળ્યો ન હતો જે બાદ 15 એપ્રિલના રોજ કેતનનો મૃતદતેહ ભાદોળ ગામના એક વૃક્ષ પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર અને પોલીસ બંને દોડતી થઈ હતી. પોલીસે સ્યૂસાઈડ નોટ અને પુરાવાઓના આધારે કેતનના આપઘાતને આકસ્મિક મોત ગણાવ્યું હતું. જેના બાદ પરિવારે કેતનના અંતિમ સંસ્કાર કર્યા હતા.

કેતનના અંતિમ સંસ્કાર બાદ 17 એપ્રિલના રોજ કેતનની નવ વર્ષની ભત્રીજી રીયા રાવલે તેનો ફોન મોબાઈલ ગેમ રમવા માટે લીધો હતો. રીયા તેના કાકા કેતનના ફોનનો પાસવર્ડ જાણતી હતી જેથી તેણે ફોન અનલોક કર્યો હતો. જેના બાદ પરિવારને કેતનના ફોનમાંથી કેટલાક એવા પુરાવા મળ્યા હતા જે જાણીને પરિવારજનો ચોંકી ગયા હતા.

જણાવીએ કે, પરિવારે મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યુ કે, કેતનને છત્રાલનો વિષ્ણુજી ઠાકોર નામનો યુવક ફોન કરીને ધમકી આપતો હતો. વિષ્ણુજી ઠાકોરને શંકા હતી કે કેતન અને તેની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. તેથી તેણે કેતન અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કેતન આ વાતથી ગભરાઈ ગયો હતો અને તેણે આપઘાતનુ પગલુ ભર્યુ હતું. બીજી તરફ, પરિવારે કેતનના ફોનમાંથી કેટલાક ઓડિયો રેકોર્ડિંગ્સ પણ મળ્યા હતા. જેમાં વિષ્ણુજી ઠાકોર કેતનને અને પરિવારને મારી નાંખવાની અને ગામમાં તેની બદનામી કરવાની ધમકી આપી રહ્યો હતો. આમ, ફોનમાંથી સામે આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કલોલ પોલીસે સમગ્ર બનાવ અંગે ઠાકોર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરીયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોન પર વાતચીત કરી,ખબર અંતર પુછ્યા

મંતવ્ય