Ahmedabad/ રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

યુવતીને જાહેરમાં તેના પ્રેમી દ્વારા 15  થપ્પડ મારી દેવામાં આવ્યા હતા. પ્રેમીનાં ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી છે. 

Ahmedabad Gujarat
a 289 રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

અમદાવાદનું રિવરફ્રન્ટ પ્રેમીપંખીડાઓ માટે જાણે જન્નત હોય તેવું છે. અહીં પ્રેમીપંખીડાઓ એકબીજાને મળવા આવે છે. જો કે અહીં આજે એક વિચિત્ર કિસ્સો સામે બાંયો કે, જે જાણીને તમને નવાઈ લાગશે, અહીં એક યુવતીને જાહેરમાં તેના પ્રેમી દ્વારા 15  થપ્પડ મારી દેવામાં આવ્યા હતા. પ્રેમીનાં ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મુળ રાજસ્થાનની વતની 24 વર્ષીય યુવતી શાહીબાગમાં રહે છે અને નરોડા જીઆઇડીસીમાં આવેલી એક બેન્ક શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના માતા પિતા રાજસ્થાન રહે છે. યુવતી શાહીબાદ પીજીમાં રહે છે. તે 17 તારીખની સાંજે બેંકનો સમયગાળો પુર્ણ થયા બાદ શાહીબાગ ખાતે આવેલા પોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર રિક્ષાની રાહ જોઇને ઉભી હતી. દરમિયાન તેની સાથે મેમ્કો શાખામાં કામ કરતો યુવક યશવંત રાણા આવ્યો હતો.

યશવંત અને આ યુવતી લાંબા સમયથી પ્રેમમાં હતા. જેથી યુવતી તેની પાછળ બેસી ગઇ હતી જેથી બંન્ને રિવરફ્રન્ટ ખાતે ગયા હતા. બાદમાં બંને જણ રિવરફ્રન્ટ ગાર્ડનના સામે આવેલા પાર્કિંગમાં ખુલ્લી જગ્યામાં બેઠાં હતાં. ત્યારે આ યુવતીએ યશવંત રાણાને જણાવ્યું હતું કે તે તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માગતી નથી. યુવતી છેલ્લા 15  દિવસથી તેની સાથે ફોન પર વાત કરતી ન હતી, જેથી યશવંતે આવેશમાં આવીને કેમ તેનો ફોન ઉપાડતી નથી એ બાબતને લઇને વાતચીત કરી હતી. એ દરમિયાન એકબીજા સાથે બોલાચાલી થઇ હતી. યશવંતે ઉશ્કેરાઇને આ યુવતીને ડાબા ગાલે પંદરેક લાફા મારી દીધા હતા અને બાદમાં પ્રેમસંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.  જો કે યશવંત 15 દિવસથી તેના ફોન નહી ઉપડતા ઉશ્કેરાયેલો હતો. તેણે યુવતીને ધડાધડ 15 લાફા ફટકારી દીધા હતા. જેથી કંટાળેલી યુવતી દ્વારા તેની વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

રાજકોટમાં BJP ના પૂર્વ કોર્પોરેટર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…