Not Set/ તારાપુરના ઇન્દ્રણજના ગ્રામજનોએ કર્યો ચુંટણીનો બહિષ્કાર

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબકકાના મતદાનને હાલ બે દિવસ બાકી છે ત્યારે સોજીત્રા 114 મતવિસ્તારમાં આવતા તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામના ગ્રામજનોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ઈન્દ્રણજ ગામના આશરે 3000ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં કુલ 1850 મતદારો છે. ગ્રામજનોએ હાલ ચુંટણીનો બહિષ્કાર કરતા ગામમા કોઈપણ રાજકીય પાર્ટીઓ તેમજ ચુટણી અધિકારીઓએ પ્રવેશ કરવો નહી એવા […]

Gujarat
images 2 તારાપુરના ઇન્દ્રણજના ગ્રામજનોએ કર્યો ચુંટણીનો બહિષ્કાર
ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૧૪ ડિસેમ્બરે યોજાનારા બીજા તબકકાના મતદાનને હાલ બે દિવસ બાકી છે ત્યારે સોજીત્રા 114 મતવિસ્તારમાં આવતા તારાપુર તાલુકાના ઈન્દ્રણજ ગામના ગ્રામજનોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ઈન્દ્રણજ ગામના આશરે 3000ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં કુલ 1850 મતદારો છે. ગ્રામજનોએ હાલ ચુંટણીનો બહિષ્કાર કરતા ગામમા કોઈપણ રાજકીય પાર્ટીઓ તેમજ ચુટણી અધિકારીઓએ પ્રવેશ કરવો નહી એવા બેનરો લગાવી દેવામા આવ્યા છે.
બહિષ્કાર કરવાનુ કારણ પુંછતા ગ્રામજનોએ ગામમા છેલલા 25 વર્ષથી પીવાના પાણીની સમસ્યા હલ ના થતી હોવાથી ચુંટણીનો બહિષ્કાર કર્યો હોવાનુ જણાવ્યુ હતું. આ જાણી બંન્ને પક્ષો હાલ ચિંતામા જોવા મળી રહયા છે કારણ ગત વિધાનસભામાં 168 મતની સરસાઈની હાર જીત થઈ હોવાથી આ વખતે બંનને પક્ષો માટે એક મત મહત્વનો છે એવામાં આ 1850 મતનુ ગાબડુ કોને દુબાડે છે તે ૧૮ ડિસેમ્બરના રોજ ખબર પડી શકે છે.