Not Set/ શાંઘાઈ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની ઉત્તમ 8 અજાયબીઓમાં સ્થાન આપ્યું

PM મોદી અને CM રૂપાણીએ ભારત અને ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. PM મોદીનો  માટે જે પણ એક ડિર્મ પ્રોજેક્ટ હતો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીને શાંઘાઈ કોર્પોરેશને દુનિયાની ઉત્તમ 8 અજાયબીઓમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર આપણું ગૌરવ વધાર્યું પ્રધાનમંત્રી […]

Gujarat Others
statu of unity.jpg1 શાંઘાઈ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની ઉત્તમ 8 અજાયબીઓમાં સ્થાન આપ્યું

PM મોદી અને CM રૂપાણીએ ભારત અને ગુજરાતને વધુ એક ગૌરવ અપાવ્યું છે. PM મોદીનો  માટે જે પણ એક ડિર્મ પ્રોજેક્ટ હતો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીને શાંઘાઈ કોર્પોરેશને દુનિયાની ઉત્તમ 8 અજાયબીઓમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર આપણું ગૌરવ વધાર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નિર્માણ પામેલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીધા માર્ગદર્શન હેઠળ નર્મદા – કેવડીયા સ્થિત આવેલી વિશ્વની સૌથી મહાન પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને દુનિયાની ઉત્તમ ૮ અજાયબીમાઓમાની એક અજાયબી તરીકે સ્થાન આપ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ પામ્યાનાં માત્ર એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અનેક વિક્રમ સર્જ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ-વિદેશની તમામ અજાયબીઓને પાછળ છોડી એક પછી એક વિક્રમ સર્જી રહી હોય શાંઘાઈ કોર્પોરેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની ઉત્તમ ૮ અજાયબીઓમાં સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વનાં 100 જાણીતા મુલાકાત લેવા જેવા સ્થળોની યાદીમાં સ્થાન આપ્યું છે. એવામાં ગુજરાત અને ગુજરાતીની ઓળખ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ફરી એકવાર વિશ્વ ફલક પર આપણું ગૌરવ વધાર્યું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના મહાસચિવ વાલ્દિમીર નેરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સભ્ય દેશો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સંગઠનના પ્રયત્નોની પ્રસંશા કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબી તરીકે સામેલ કરવામાં આવી છે. ગુજરાત સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠ અજાયબીઓમાં સ્થાન મળવાથી ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે.

31 ઓક્ટોબર 2018ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ બાદ દેશ-દુનિયાનાં લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર એક જ વર્ષમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓ અને અધધ આવકે દેશ-વિદેશની તમામ વર્ષો જૂની પ્રસિદ્ધ સ્મારકોને પાછળ પાડી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.