આવેદન પત્ર/ સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેકટરને આવેદન, ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે

અમદાવાદ જીલ્લાના ધોળકા મુકામે ૧૪ વર્ષેની સગીર દિકરી ઉપર માનવતાને શર્મસાર કરે તેવી દુષ્કર્મ (ગેંગ રેપ)ની ઘટના ઘટવા પામી હતી, એ ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મૂકયા હતા

Gujarat
3 31 સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેકટરને આવેદન, ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે

અમદાવાદ જીલ્લા ના ધોળકા મુકામે ૧૪ વર્ષે ની સગીર દિકરી ઉપર માનવતાને શર્મસાર કરે તેવી દુષ્કર્મ (ગેંગ રેપ) ની ઘટના ઘટવા પામી હતી. એ ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી મૂકયા હતા.

ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનેગારો સામે કોર્ટ માં ઝડપી કેશ ચલાવી તમામ આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી ગાંધી અને સરદાર ના ગુજરાતમાં કોઈપણ સમાજ કે કોઈપણ ધર્મ ની દિકરીઓ સાથે આવી ઘટના ન બને તેવી ધારદાર રજુઆત સુરેન્દ્રનગર જિલ્લા અધિક કલેકટર ઝાલા ને આવેદન આપી કરવામાં આવી હતી , જેમા સુરેન્દ્રનગર શહેર ના તમામ મુસ્લિમ આગેવાનો અને પીરએ તરીકાત હાજી યુસુફ બાપુ,

જિલ્લા માઇનોરીટી પ્રમુખ સાહિર સોલંકી, હનીફ બાપુ,આદમ ભાઈ જામ, અનશ કનાડ, સુલેમાન કુરેશી, આબિદ ભાઈ ધોબી,ઇસ્માઇલ પટેલ,ફતેમોહમ્મદભાઈ, ઉસમાનભાઈ,સોહિલભાઈ, અશરફ ભાઈ, રુસ્તમ ભાઈ, વગેરે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.