Vadodara News/ કોટમબી સ્ટેડિયમ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 6નાં મોત, 26 ઈજાગ્રસ્ત

વડોદરા (Vadodara) ના કોટમબી સ્ટેડિયમ નજીક બાલાજી ટ્રાવેલ્સની બસ ટ્રક સાથે અથડાતા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 6નાં મોત અને 26 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે

Top Stories Gujarat
Vadodara

Vadodara News: વડોદરા શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક બુધવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ આગળ ઊભેલી ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે, જ્યારે 26 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા આગળ ઊભેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો બસમાં જ ફસાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને NDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.

આ ગંભીર અકસ્માતને કારણે કોટમબી સ્ટેડિયમ વિસ્તાર અને આસપાસના માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. મૃતકોની ઓળખ અને અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો : નવા ટ્રાફિક નિયમો : 5થી વધુ ઈ-ચલણ પર લાઇસન્સ સસ્પેન્ડ

આ પણ વાંચો : વડોદરાના વાઘોડિયા તાલુકાના દાખેડા ગામ પાસે ભયાનક અકસ્માતમાં દંપતીનું મોત

આ પણ વાંચો : વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ? જાણો અસલી કારણ