Not Set/ બોલબાલા હનુમાન આશ્રમમાંથી સોલા પોલીસે સાધુ પાસેથી બે કિલો ગાંજો પકડ્યો

    અમદાવાદ. અમદાવાદનાં બોલબાલા હનુમાન આશ્રમમાંથી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ આશ્રમનાં બે સાધુએ અને તેમની સાથે ત્રણ શખ્સો બે કિલો ગાંજો ધરાવતાં સોલા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે બે કિલો ગાંજો સાથે બે સ્માર્ટફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સોલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત બે પોલીસકર્મીને […]

Top Stories Ahmedabad Gujarat

 

 

અમદાવાદ.

અમદાવાદનાં બોલબાલા હનુમાન આશ્રમમાંથી એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ આશ્રમનાં બે સાધુએ અને તેમની સાથે ત્રણ શખ્સો બે કિલો ગાંજો ધરાવતાં સોલા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે બે કિલો ગાંજો સાથે બે સ્માર્ટફોન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

સોલા પોલીસ સ્ટેશનમાં કાર્યરત બે પોલીસકર્મીને ગોતા સ્થિત હનુમાન આશ્રમમાં બે સાધુ ગાંજો વેચી રહ્યા છે તેવી બાતમી મળી હતી. જેના આધારે બુધવારે સાંજે પોલીસ કાફલા દ્વારા આશ્રમમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ દરોડા દરમ્યાન આશ્રમના બંને સાધુ મહેન્દ્રભાઇ નરસીભાઇ સાધુ, દશરથ મહેન્દ્રભાઇ સાધુ તથા સંજય ત્રિવેદીને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી અંદાજે બે કિલો ગાંજો કબજે કર્યો હતો.

આરોપી સંજય ત્રિવેદી આ બંને પિતા-પુત્ર સાધુને ગાંજો વેચવા માટે આપતા હતા. આસ્થાના ધામમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ ન થતી હોવાની લોકોમાં માન્યતા હોઇ તેનો ફાયદો ઉઠાવી સાધુ પિતા-પુત્ર ગાંજાનું વેચાણ કરતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ગાંજો કેટલા સમયથી વેચતા હતા તે અંગેની તપાસ હાથ ધરી છે.