PM Modi Gandhinagar Metro Phase 2 Launch: ગુજરાતના પાટનગર ગાંધીનગરના પરિવહન ક્ષેત્રે આજે સુવર્ણ અક્ષરે નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી ‘અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2’ ના અંતિમ તબક્કાનું ભવ્ય લોકાર્પણ કરશે. આ પ્રસંગે સમગ્ર ગાંધીનગરમાં દિવાળી જેવો ઉત્સાહ અને રોશનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દુલ્હનની જેમ શણગારાયું મહાત્મા મંદિર સ્ટેશન
PM Modi Gandhinagar Metro Phase 2 Launch ના આ ખાસ અવસર માટે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનને અદભૂત રીતે શણગારવામાં આવ્યું છે. પીએમના સ્વાગત માટે ગુજરાતની લોકસંસ્કૃતિની ઝલક દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સ્થાનિક કલાકારો ગરબા અને લોકનૃત્ય દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કરશે.

બાળકો અને વડીલો સાથે પીએમ મોદીની મેટ્રો સફર
Gandhinagar Metro Phase 2 Launch આ ઉદ્ઘાટન કાર્યક્રમની સૌથી ખાસ અને સંવેદનશીલ બાબત એ છે કે, વડાપ્રધાન માત્ર ટ્રેનને લીલીઝંડી જ નહીં આપે, પરંતુ પોતે પણ મેટ્રોમાં મુસાફરી કરશે. પીએમ મોદીની આ મુસાફરીમાં શાળાના બાળકો અને વડીલો (Senior Citizens) તેમની સાથે જોડાશે. મુસાફરી દરમિયાન પ્રધાનમંત્રી બાળકો સાથે સંવાદ કરશે અને નવા યુગની આ પરિવહન સુવિધા વિશે તેમના મંતવ્યો જાણશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી બનશે વધુ સરળ
મેટ્રો ફેઝ-2 ના અંતિમ તબક્કાના પ્રારંભ સાથે હવે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. સેક્ટર-1 થી લઈને મહાત્મા મંદિર સુધીના આ રૂટથી હજારો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓના સમય અને નાણાંની બચત થશે.
