ગત મહિને રહસ્યમય સંજોગોમાં દેશમાંથી ભાગી ગયેલા તથાકથિત બાબા સ્વામી નિત્યાનંદે હવે પોતાનો એક અલગ દેશ સ્થાપિત કર્યો છે. બળાત્કારથી માંડીને બાળકોનાં અપહરણ સહિતનાં કેસોમાં આરોપી, દક્ષિણ ભારતનાં બહુચર્ચિત નિત્યાનંદ સામે ઘણા કેસ નોંધાયા છે અને તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે.

સ્વયંભૂ બાબા સ્વામી નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે. હવે નિત્યાનંદ વિશે નવી માહિતી બહાર આવી રહી છે. નિત્યાનંદ પોતાનો એક અલગ દેશ સ્થાપિત કરવા જઈ રહ્યો છે. નિત્યાનંદનાં આ સ્વયં ઘોષિત દેશનું નામ ‘કૈલાસા’ હશે. તે દક્ષિણ અમેરિકાનાં ઇક્વાડોરમાં એક ખાનગી ટાપુ પર સ્થિત હશે. આ ટાપુ ત્રિનીદાદ અને ટોબેગોની નજીકમાં આવેલું છે અને તેને નિત્યાનંદ દ્વારા સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે. નિત્યાનંદનાં આ નવા દેશ કૈલાસામાં પોતાનો અલગ ધ્વજ, પાસપોર્ટ અને પ્રતીક પણ હશે. મળતી માહિતી મુજબ નિત્યાનંદે યુ.એસ.ની એક જાણીતી કાનૂની સલાહકાર કંપનીની મદદથી સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરી છે. આ અરજીમાં તેણે પોતાના દેશને માન્યતા આપવાની અપીલ કરી છે.
આપને જણાવી દઇએ કે, પાસપોર્ટ જપ્ત થયા પછી પણ દેશમાંથી ભાગી ગયેલા નિત્યાનંદે મધ્ય લેટિન અમેરિકાનાં ઇક્વાડોર નજીક એક ટાપુ પર ‘કૈલાસા’ નામનો દેશ સ્થાપ્યો છે. નિત્યાનંદે વેબસાઇટ બનાવીને તેના દેશની ઘોષણા કરી છે. વેબસાઇટનાં કવર પેજ પર દેશ કૈલાસને ‘ગ્રેટેસ્ટ હિન્દુ નેશન ઓન અર્થ’ કહેવામા આવેલ છે.
https://twitter.com/Its_DineshKumar/status/1201735963552014336
વેબસાઇટ પર આગળ લખવામાં આવ્યુ છે કે, “કૈલાસા આંદોલનનો આરંભ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો અને તેની સ્થાપના હિન્દુ આદિ શૈવ લઘુમતી સમુદાયનાં સભ્યો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તે જાતિ, લિંગ, સંપ્રદાય, પંથ દ્વારા વિશ્વનાં તમામ મહત્વાકાંક્ષી હિંદુઓ માટેની શરણ છે, જ્યા તેઓ શાંતિથી રહી શકે છે અને તેમની આધ્યાત્મિકતા, કલા અને સંસ્કૃતિને કોઈપણ પ્રકારની બદનામી, હસ્તક્ષેપ અને હિંસાનાં ભયમાંથી મુક્ત થઇને અભ્યાસ કરી શકે છે.”
આપને જણાવી દઈએ કે નિત્યાનંદ પર આરોપ છે કે તેઓ અમદાવાદમાં આશ્રમ ચલાવવા માટે તેમના અનુયાયીઓ પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બાળકોનું અપહરણ કરે છે અને તેમને બંધક બનાવીને ઉછેરે છે. આ ઉપરાંત નિત્યાનંદનાં આશ્રમમાંથી એક મહિલા ગૂમ થઇ હોવાના મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસનાં જણાવ્યા અનુસાર, નિત્યાનંદ કર્ણાટકમાં તેની સામે બળાત્કારનો કેસ દાખલ થયા પછી જ દેશમાંથી ભાગી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
