કચ્છ/ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધોરડોની લીધી મુલાકાત, ટ્વીટર પર વ્યક્ત કરી લાગણી

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે આવ્યાં છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યાં બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો પહોંચ્યા હતા

Top Stories Gujarat
Trip to Kutch

Trip to Kutch: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે આવ્યાં છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યાં બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો પહોંચ્યા હતા. જ્યાં હેલિપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિ સાથે લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું.

નોંધનીય છે કે આ સમયે રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજના ધારાસભ્ય કેશુ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, ટી.સી.જી.એલ. ના એમ.ડી. આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે. રાઠોડ, ધોરડો સરપંચ મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતિને ધોરડો ખાતે મીઠો આવકાર આપ્યો હતો. તો ધોરડો ટેન્ટ સિટી ખાતે બીએસસેફ બટાલિયન 3 દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

 ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે છે. આજે ભુજ એરફોર્સ ખાતે તેમનું આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને આવતીકાલે 19 ફેબ્રુઆરી રવિવારેના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે.

આ ક્ષણે તેમણે લાગણી વ્યક્ત કર્તા ટ્વીટ કર્યુ કે કચ્છની ધરતી વિશ્વની ભૌગોલિક વિરાસત છે. ક્ષિતિજ પર ડૂબતાં સૂરજની લાલિમા કચ્છી માંડુઓના પુરુષાર્થની ગાથા ગાઈ રહી છે. રણોત્સવ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી કડી છે. એના ભાગીદાર થવાનો મને આનંદ છે.