Gujarat News/ ગુજરાતમાં ફરી માવઠાની આગાહી

ઉત્તર ભારતમાં ઠંડા પવનના કારણે ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે, જ્યારે પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ(Rains) થવાની શક્યતા છે

Gujarat
એન્ટી-સાયક્લોન સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટોછવાયો હળવો વરસાદ(Rains) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Gujarat News : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે થોડો રાહતનો સંકેત મળ્યો છે. ભારતીય હવામાન વિભાગ મુજબ 19 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. અરબી સમુદ્ર વિસ્તારમાં બનેલી એન્ટી-સાયક્લોન સિસ્ટમના પ્રભાવથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટોછવાયો હળવો વરસાદ(Rains) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ બદલાવની શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી થશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા વિસ્તારોમાં 19 એપ્રિલથી હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 21 અને 22 એપ્રિલે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું વધવાની શક્યતા છે.

હાલમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે, પરંતુ ભેજવાળા ઠંડા પવનના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીથી થોડોક રાહત મળશે. જોકે, 23 એપ્રિલ બાદ ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ(Rains) થવાની શક્યતા

દેશના અન્ય વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ઠંડા પવનના કારણે ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે, જ્યારે પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં વરસાદ અને વાવાઝોડાના કારણે વાતાવરણ સુહાવણું બન્યું હતું, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તેમ છતાં, આગામી દિવસોમાં ત્યાં ફરી તાપમાન 41થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

આ રીતે, ગુજરાતમાં આગામી થોડા દિવસો માટે ગરમી અને માવઠા વચ્ચેનું મિશ્ર હવામાન જોવા મળશે.


આ પણ વાંચો : ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં માવઠું, ગાજવીજ સાથે વરસાદ, તેજ પવનની આગાહી

આ પણ વાંચો : ખેડૂતો પર આભ ફાટશે! અંબાલાલ પટેલની નવી આગાહીએ ઊંઘ ઉડાવી, એપ્રિલ સુધી પીછો નહીં છોડે માવઠું

આ પણ વાંચો : અંબાલાલની નવી આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું કરશે ભારે નુકશાન