Gujarat Weather: એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં હવામાને પલટો લીધો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યના મોટા ભાગમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain Alert) પડવાની સંભાવના છે. આ વરસાદી વ્યવસ્થા ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને અસર કરશે.

હવામાન વિભાગ અનુસાર,દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનની આસપાસ બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે. આ બે વરસાદી સિસ્ટમો સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 4 એપ્રિલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ (Rain Alert) જળવાઈ રહેશે. આગામી દિવસોમાં 7 એપ્રિલ આસપાસ ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે છે.

અમદાવાદમાં વરસાદ (Rain Alert)ની સંભાવના
અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ સાથે મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈને 37 થી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વરસાદ (Rain Alert) અને વાદળોને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની પણ શક્યતા છે.વડોદરા અને ભાવનગરમાં સૌથી વધુ 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે ગાંધીનગર, ભુજ, અમરેલી અને કેશોદમાં આસપાસ ૩૩ ડિગ્રી, અને અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની (Rain Alert) આગાહી છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો:ઉનાળામાં ચોમાસા જેવો માહોલ! પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
આ પણ વાંચો:રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ સાથે ભારે પવનની આગાહી
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ
