Gujarat News/ ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ

ઉત્તરાયણ (Uttarayan) પર્વને લઈ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને દિશા પતંગ ઉડાવવા સાનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Uttarayan

Uttarayan 2026 Weather : ઉત્તરાણનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણના દિવસોને લઈ પવનની ગતિ અને દિશા અંગે આગાહી જાહેર કરી છે, જે પતંગ ઉડાવવા માટે અનુકૂળ રહેશે.

ઉત્તરાણનાં (Uttarayan) દિવસે પવનની ગતિમાં વધારો

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ (Uttarayan)ના દિવસે વહેલી સવારે પવનની ગતિ આશરે 6 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દિવસ ચડતા પવનની ગતિમાં વધારો થશે અને તે 10 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.

Uttarayan

આંચકાદાર પવનથી પતંગ રસિયાઓમાં ઉત્સાહ

આગાહી મુજબ, દિવસ દરમિયાન આંચકાદાર પવન ફૂંકાવાની શક્યતા હોવાથી પતંગ રસિયાઓમાં હરકત જોવા મળશે. બપોર બાદ પવનની ગતિમાં વધઘટ થવાની સાથે પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે.

હવામાન નિષ્ણાતના મતે, સમગ્ર ઉત્તરાયણના દિવસ દરમિયાન પવનની ગતિ પતંગ ઉડાવવા માટે સાનુકૂળ રહેશે. આ ઉપરાંત, વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે બે દિવસ સુધી પતંગોત્સવનો આનંદ માણી શકાય છે.

ઉત્તરાયણ (Uttarayan) ને લઈને મળેલી આ આગાહીથી રાજ્યભરના પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાંથી પ્રતિબંધિ ત ચાઈનીઝ દોરીનો જથ્થો ભરેલું ગોડાઉન મળી આવ્યું, 2 લોકોની અટકાયત

આ પણ વાંચો: ઉત્તરાયણમાં પતંગની દોરીથી 80 વર્ષીય વૃદ્ધનું ગળું કપાયુ, 16 લોકોનો ભોગ લેવાયો

આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણને લઈ ઈમરજન્સી સેવા સજ્જ, 108ની ટીમ તૈનાત