Gandhinagar News/ સાયબર હુમલાઓ સામે ગુજરાતનું ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત કરવા કોર કમિટી–ટાસ્કફોર્સની રચના

આધુનિક અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી સંભવિત સાયબર (cyber attacks) સામે રાજ્ય સરકારની પૂર્વ તૈયારી

Gujarat Gandhinagar
cyber attacks

Gandhinagar News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલા (cyber attacks)સામે સજ્જ કરવા માટે કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ કોર કમિટી અને ટાસ્કફોર્સ રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગરૂકતા કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલા (cyber attacks) ઓની સંભાવના વધી જાય છે

રાજ્યની 24કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલા (cyber attacks) ઓની સંભાવના વધી જાય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

આ કમિટી અને ટાસ્કફોર્સ ઊર્જા ક્ષેત્રના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે IT અને સાયબર સુરક્ષાને લગતી વ્યવસ્થાઓ, સાયબર સુરક્ષા નીતિ અને તેની ઘટનાઓના વ્યવસ્થાપન અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. તે સિવાય તેમાં જરૂરી સુધારા અને સાયબર સિક્યોરિટી પ્રણાલીનું નિર્માણ કરવા માટે એક રોડમેપ પણ રજૂ કરશે. તેના માટે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ભાગીદારી પણ કરવામાં આવશે અને સાયબર ડ્રિલ અને તાલીમ સાથે જાગરૂકતા કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવશે. રાજ્યના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલા (cyber attacks)ઓ સામે જડબેસલાક બનાવવા માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત પ્રણાલી વિકસિત કરવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરકારે દેશભરના એરપોર્ટ પર સાયબર હુમલાઓની વાત સ્વીકારી, ફ્લાઇટ્સને ખોટા સિગ્નલો મળ્યા

આ પણ વાંચો: યુરોપિયન એરપોર્ટ હજુ પણ સાયબર હુમલામાંથી બહાર આવી રહ્યુ છે, કામગીરી ચોથા દિવસે પણ સ્થગિત…..

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી