Amreli/ બાબરામાં ભરાતી બુધવારી બજારમાં મહિલા PSI દ્વારા લાઠીચાર્જ

કોરોનાકાળમાં પહેલા જ મુશ્કેલીમાં ચાલી રહેલા નાના પાયે ધંધો કરનાર ઘણા લોકો આજે પણ મુસિબતોમાંથી બહાર આવી શક્યા નથી….

Gujarat Others

@પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અમરેલી

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારી ને લઈને લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે. તેવા સમયે મધ્યમ વર્ગ અને ગરીબ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

તેરે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની મહિલાઓ જે આઠ દિવસનો એક વાર અલગ-અલગ શહેરોમાં નક્કી કરી જુના કપડાનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી રહયા છે. તેવા સમયે અમરેલી જિલ્લાનાં બાબરા શહેરમાં બુધવારી નામની ગુજરી બજાર ભરાય છે. આ ગુજરી બજારમાં આજરોજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યમવર્ગની ગરીબ મહિલાઓ જમીન પર પાથરણાં પાથરી જુના કપડાનું વેચાણ કરતી હોય છે. આ બુધવારી ગુજરી બજારમાં બે પૈસા મળે તેવા હેતુથી મહિલાઓ પરિવારનાં ગુજરાન ચલાવવા માટે પહોંચી છે. તેવા સમયે બાબરાનાં મહિલા પી.એસ.આઇ દીપિકા ચૌધરી દ્વારા અહીં સિવિલ ડ્રેસમાં આવી અને આ જમીન પર બેઠેલી પાથરણા પાથરીને મહિલા ઉપર લાઠીચાર્જ કરવાનો વીડિયો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ફરજિયાત પાલન સરકારની guidelines છે, જ્યારે અહીં લોકોની ભીડ કે સરકારની guidelines નું ઉલ્લંઘન ન થાય તેવા હેતુથી આ મહિલા પી.એસ.આઇ સમજાવાની જગ્યાએ લાઠીચાર્જ કરી રહયા છે. ત્યારે આમ જોઈએ તો સરકારની guidelines નું ઉલ્લંઘન કરતા નેતાઓ જોવા મળે છે. ત્યારે કોઇ જ પગલાં લેવાતા નથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારો પોતાની રોજીરોટી કમાતા હોય છે. બે પૈસા મળવાના હેતુથી ત્યારે તેની સામે તમામ કાયદાઓ લાગુ પડવાના આ દ્રશ્ય પરથી માની શકાય છે. એક બાજુ સરકાર મહીલા ની સુરક્ષા ને લઈ ને અવનવી વાતો કરે છે અને અહી એક મહિલા પી એસ આઇ ગરીબ વર્ગ ની મહીલાઓ પર લાઠી વિંધી રહ્યા છે.

Surendranagar: આ સયુંકત પાલિકા દ્વારા મોબાઈલ ટાવરનાં 49 લાખ બાકી ભાડાની ઉઘર…

Gujarat: ધાંગધ્રા તાલુકામાંથી ડ્રોનની મદદથી સફેદ માટીની ચોરી ઝડપાઈ, 6…

Surendranagar: જિલ્લામાં આવી ગઈ કોરોના વેક્સીન, 9500 ડોઝ સુરેન્દ્રનગર લવાયા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો