Dahod News/ દાહોદમાં 20 લાખના નશીલા પદાર્થના જથ્થા સાથે 25.74 લાખનો મુદ્દામાલ કબજે

SMCની ટીમે બે આરોપીની ધરપકડ કરી, એક આરોપી ફરાર

Gujarat Others

Dahod News : દાહોદમાં SMCની ટીમે માહિતીને આધારે બે શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી નશીલા પદાર્થ અને વાહન મળીને કુલ રૂ. 25,74,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCની ટીમને માહિતી મળી હતી કે દીહોદમાં કે કે સર્જીકલ હોસ્પિટલ નજીક, દાહોદ બસ સ્ટેન્ડ પાસે કેટલાક શખ્સો નશીલા પદાર્થનો જથ્થો લઈને આવવાના છે.

જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમની જડતી લેવામાં આવતા તેમની પાસેથી રૂ.24,49,00 ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો, 3 મોબાઈલ,રૂ,9,800 રોકડા, વાહન વગેરે મળીને કુલ રૂ. 25,74,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે મધ્યપ્રદેશના મકબુલ મતલુબ કુરેશી અને અન્સાલી અનવરઅલી સૈયદની ધરપકડ કરી હતી. જ્યારે મેફેડ્રોન સપ્લાય કરનાર રાજસ્થાનનો લાલા પઠાણ ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો:સુરતની ગૌરવગાથા, સ્વચ્છ હવા સર્વેક્ષણમાં ટોપ-3 સ્થાન, આજે દિલ્હીમાં એવોર્ડ આપવામાં આવશે

આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી