Surat News:ગુજરાતના (Gujarat) ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત (Surat) ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે. કેન્દ્રીય પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત ‘સ્વચ્છ હવા સર્વેક્ષણ-2025’માં સુરત દેશના ટોચના ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. આજે દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સુરતને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સિદ્ધિ સાથે, સુરતે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે 10 પુરસ્કારો જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આયોજિત આ સર્વેક્ષણમાં દેશભરના 130 શહેરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં, શહેરોનું મૂલ્યાંકન હવાની ગુણવત્તા, પ્રદૂષણ નિયંત્રણ પગલાં અને પર્યાવરણીય જાગૃતિના આધારે કરવામાં આવે છે. સુરતે આ સર્વેક્ષણમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને ટોપ-3 સ્થાન મેળવ્યું છે, જે પર્યાવરણ પ્રત્યે શહેરની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અગાઉ, 2024 ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે, સ્વચ્છ હવા સર્વેક્ષણ-2024 માં પણ સુરત દેશમાં પ્રથમ ક્રમે હતું. બે વર્ષ પહેલાં, 2022 માં કરવામાં આવેલા આ જ સર્વેક્ષણમાં, સુરત 13મા ક્રમે હતું, જ્યારે ઇન્દોર પ્રથમ ક્રમે હતું. આ પછી, હવાની ગુણવત્તા સુધારવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા, જેનું પરિણામ આજે બધાની સામે છે.
આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી
આ પણ વાંચો:અંકલેશ્વર-સુરતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ, મુસાફરોને ભારે મુશ્કેલીનો સર્જાઇ
આ પણ વાંચો:અમદાવાદ, સુરત, કચ્છ ભૂગર્ભજળના નિષ્કર્ષણને કારણે ધીમે ધીમે ડૂબી રહ્યા છે
