Gujarat News/ ભંગાર વેચનારે પુત્રને iPhone 16 મોબાઈલ લઈ આપ્યો, પોતે iPhone 15 ફોન લીધો

લાખો રૂપિયાના પગારમાં નોકરી કરતા લોકો માટે પણ આઇફોન ખરીદવો એ સપના સમાન છે,

Top Stories Gujarat

Gujarat News : અગર કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ ફિલ્મ ઓમ શાંતિ ઓમના આ ડાયલોગને ભંગાર વેચનારી એક વ્યક્તિએ સાચો સાબિત કર્યો છે. સખત મહેનત અને કંઈક મેળવવાની ઈચ્છાથી વ્યક્તિ ઈચ્છે એ મેળવી શકે છે.લાખો રૂપિયાના પગારમાં નોકરી કરતા લોકો માટે પણ આઇફોન ખરીદવો એ સપના સમાન છે, ત્યારે પ્લાસ્ટિક સહિત અન્ય પ્રકારનો ભંગાર વેચીને ગુજરાન ચલાવતા એક ગરીબ શ્રમિકે પોતાના પુત્રને iPhone 16 લઈ આપ્યો છે અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે. જ્યારે તે હાથમાં પૈસા લઈને એપલ સ્ટોર પર પહોંચ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું.

ભારતમાં iPhone 16 સિરીઝની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, જ્યારે ટોપ મોડલની કિંમત 1,59,900 રૂપિયા છે. જ્યારે iPhone 15 સિરીઝની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થાય છે. જોકે કેટલીક ઑફર્સને કારણે iPhone 15 ફોન 54 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે.વ્યક્તિના હાથમાં નવો ખાલી આઈફોન જોઈને કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને પૂછ્યું કે આ આઈફોન તેની પાસે ક્યાંથી આવ્યો? વીડિયો બનાવનાર લોકોને પૂછ્યું કે તમે શું કરો છો? વીડિયોમાં વ્યક્તિએ કહ્યું કે હું 12 મહિનાથી ભંગાર ભેગો કરું છું. કાચ, બોટલ, પ્લાસ્ટિકનો ભંગાર વેચું છું.

તમને મોબાઈલ કેટલામાં મળ્યો? આવો જ પ્રશ્ન તેમને પણ પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેણે કહ્યું, મેં 85 હજાર રૂપિયામાં લીધો હતો. બીજો પુત્ર માટે લીધો, એની કિંમત 1 લાખ 80 હજાર છે. મેં છોકરાને કહ્યું, જો 10માં સારા માર્ક્સ આવશે તો હું તને આઇફોન આપીશ. તેણે સખત અભ્યાસ પણ કર્યો અને 89 ટકા માર્ક્સ મેળવ્યા, જોકે તે વ્યક્તિ મરાઠી બોલે છે, તે ખરેખર ક્યાંની છે આ સ્પષ્ટ નથી. ઉપરાંત આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યા, પાટણના ધારાસભ્ય કિરિટી પટેલ પોતે ઢોર પકડવા દોડ્યા

આ પણ વાંચો: રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટ બે અધિકારીઓને કરી ટકોર

આ પણ વાંચો: પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્, વિદ્યાર્થીને ફંગોળ્યો