@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, એ કોરોનાની વેક્સિનનું સુરેન્દ્રનગર જિલ્લામાં આગમન થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલેથી મંગળવારે મોડી સાંજે વેક્સિનના 9500 ડોઝ લવાયા હતા. વેક્સિનને જિલ્લા પંચાયત સામે બનેલા સ્ટોર રૂમમાં રખાઇ છે. 16મી જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના 2 તથા લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રાના 1-1 મળી કુલ 5 કેન્દ્ર પરથી 500 આરોગ્ય કર્મચારીઓને રસીનો પહેલો ડોઝ અપાશે. વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે રસીની શોધ થયા બાદ તેનું સફળ પરિક્ષણ પણ થયું છે.
રસીના પરીક્ષણ બાદ સમગ્ર રાજ્યમાં એક સાથે 5 જાન્યુઆરીએ ડ્રાયરન કરાયું હતું, જેમાં જિલ્લામાં 5 સ્થળે 5-5 હેલ્થ વર્કરને રસી આપવાની મોકડ્રીલ કરાઈ હતી. ડ્રાયરન બાદ 12 જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલથી સાંજે 4-30 કલાકે સુરેન્દ્રનગર જિલ્લા માટે રસીના 9500 ડોઝની ફાળવણી કરાતાં વેક્સિન વૅનમાં રસી સુરેન્દ્રનગર લવાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સામે બનેલા સ્ટોરરૂમમાં રસીના આગમન સમયે જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ રસીને ખાસ ફ્રીઝમાં મુકાઈ છે. 16 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલ, સી. યુ. શાહ મેડિકલ કૉલેજ, ચોટીલા, ધ્રાંગધ્રા અને લીંબડી રેફરલ હૉસ્પિટલ ખાતે વેક્સિન આપવામાં આવશે. જેમાં હેલ્થ વર્કરોને પ્રથમ રસી આપવામાં આવશે. જિલ્લામાં નોંધાયેલા 6748 હેલ્થવર્કરોમાંથી 5 જગ્યાએ 500 હેલ્થ વર્કરોને 16મીએ રસી અપાશે. રસીને 2થી 8 ડિગ્રી તાપમાનમાં રખાશે 9500 વેક્સિનના ડોઝ 5 ફ્રિજમાં રખાયા છે. આ 5માંથી 4 ફ્રિજ 90 લીટરના4 1 225 લીટરનું છે. ફ્રિજનું તાપમાન 2થી 8 ડિગ્રી સુધી જળવાય તેમ સેટ કરાયું છે. 5 એમએલની 1 એવી 950 બોટલ ફ્રિજમાં મુકાઈ છે. 5 એમએલની 1 બોટલમાંથી 10 વ્યક્તિને 0.50 MLના ડોઝ અપાશે.
Gujarat: ધાંગધ્રા તાલુકામાંથી ડ્રોનની મદદથી સફેદ માટીની ચોરી ઝડપાઈ, 6…
Gujarat: લો બોલો!! ભર શિયાળે હળવદનાં સુરવદર ગામે પીવાનાં પાણીની તંગી…
Gujarat: ગોંડલમાં વ્યાજખોરો બન્યા બેફામ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
