Girsomnath News/ ગીર સોમનાથમાં ફરી ધરતી ધ્રૂજી! તાલાલા પંથકમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વહેલી સવારે 3:59 વાગ્યે 2.6 તીવ્રતાનો ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો. કોઈ જાન-માલનું નુકસાન નહીં, લોકોમાં અફરાતફરી.

Others Top Stories Gujarat
Earthquake

Gir Somnath Earthquake : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં આજે વહેલી સવારે ધરતી કંપવાની ઘટના નોંધાઈ છે. સવારે લગભગ 3:59 વાગ્યાની આસપાસ તાલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપ (Earthquake)નો હળવો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સલામતીના રહેવાસીઓ ઘરની બહાર દોડી આવ્યા

રાત્રિના શાંત વાતાવરણમાં અચાનક અનુભવાયેલા કંપનને કારણે કેટલાક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકો સલામતીના હેતુસર ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, આ આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા નથી.

Earthquake

ભૂકંપ (Earthquake)નું  કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે 23 કિમી દૂર

ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરની માહિતી અનુસાર, ભૂકંપ (Earthquake)નું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 23 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના નાનાં આંચકા સામાન્ય ગણાય છે અને તે સ્થાનિક ભૂગર્ભીય ફોલ્ટ લાઈનના કારણે થતા રહે છે.

Earthquake

તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે આવા હળવા ભૂકંપના આંચકા અનુભવાતા રહ્યા છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાપાન અને ફિલિપાઈન્સમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા, નથી થયું નુકસાન

આ પણ વાંચો: ગુજરાતના કચ્છમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4, કોઈ નુકસાનના અહેવાલ નથી

આ પણ વાંચો: મ્યાનમારમાં ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટનો માહોલ,ઘરોની બાર ભાગ્યા