Dahod News : દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા વિકટ બની છે. ગરબાડાની નજીક આવેલા સમલીયા બુઝર્ગ ગામમાં લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકારે નલ-સે જલથી દરેક ઘરમાં પાણી પહોંચાડ્યું હોવાનું કહ્યું છે. પરંતુઆ ગામની વાસ્તવિકતા અલગ જ છે.
પાણીની ગંભીર સમસ્યા નળ મૂકાયા છે પણ ત્યાં પાણી નથી આવતું
આ ગામમા પાણીની ગંભીર સમસ્યા ના કારણે લોકોને જીવન જરૂરી એવું પીવાનું પાણી મેળવવા ભારે સંઘર્ષ કરવો પડે છે. તેમાં પણ માળ ફળિયાના લોકોની હાલત વધુ દયનીય છે.ગામની મહિલાઓને દરરોજ તળાવના પાણીમાં થઈને લગભગ 100 મીટર અંદર આવેલા એકમાત્ર કુવા સુધી જવું પડે છે.
લોકો પીવાનું પાણી મેળવવા માટે તળાવમાંથી પસાર થાય છે! લાખો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા નલ-સે-જલ યોજના અહીં અમલમાં મુકવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં નળો લગાવવામાં આવ્યા છે, પરંતુ અન્ય વિસ્તારોમાં તો આજે પણ નળો મૂકાયા જ નથી અને જ્યાં નળો મૂકાયા છે, ત્યાં પાણી આવી રહ્યું નથી.
શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે પાણીના નળો
આટ આટ લા ખર્ચા કર્યા બાદ અને આજાદી ના આટલ વરસ પછી પણ જો આજ હાલત હોય તો સ્માર્ટ સિટી અને ગ્રો ઇંગ ઈન્ડિયા ના શું મતલબ, પાણીની ગંભીર સમસ્યા માટે નલ-સે-જલ યોજના અંતર્ગત જેના માટે કરોડોનો ખર્ચ બતાવવામાં આવ્યો છે, તે કામોમાં ફક્ત વેઠ જ ઉતારવામાં આવી હોય તેવું જણાય છે. 70% કામ પૂરું થયું હોવાનો એજન્સી દ્રારા દાવો કરવામા આવે છે, પરંતુ વાસ્તવિકતા ગામની હાલતમાં સ્પષ્ટ દેખાય છે.

