Not Set/ ભાજપના પ્રદેશ પ્રમુખનું પૂતળું બાળતાં કોંગ્રેસ મહિલાના હાથ દાઝ્યા

રાજકોટ, રાજકોટમાં જીતુ વાઘાણીના વિરોધ પ્રદર્શન દરમિયાન એક મોટી દુર્ધટના ટળી હતી. જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું તે સમયે એક મહિલા હાથે દાઝી ગઇ હતી. વાઘાણીના પુતળા પર કેરોસીન છાંટી ને કોઈ પણ કાળજી લીધા વગર જ મહિલાએ દીવાસળી સળગાવી ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેથી રાજ્યભરમાં […]

Top Stories Gujarat Rajkot Trending

રાજકોટ,

રાજકોટમાં જીતુ વાઘાણીના વિરોધ પ્રદર્શન દરમિયાન એક મોટી દુર્ધટના ટળી હતી. જીતુ વાઘાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું તે સમયે એક મહિલા હાથે દાઝી ગઇ હતી.

વાઘાણીના પુતળા પર કેરોસીન છાંટી ને કોઈ પણ કાળજી લીધા વગર જ મહિલાએ દીવાસળી સળગાવી

અચાનક જ મહિલા આગની ઝપેટમાં આવી ગઈ

ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જેથી રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મહિલાના હાથ પર આગ લાગતા જ તે ડરી ગઈ અને ભાગવા લાગી તે સમયે અન્ય મહિલાના હાથ પર આગ લાગી ગઈ હતી.

ત્યારે રાજકોટમાં પણ મહિલા કોંગી કાર્યકરો દ્વારા જીતુ વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં પૂતળા દહન દરમિયાન મહિલાના હાથ દાઝ્યા હતા.