પ્રયાગરાજ,
પ્રયાગરાજ આયોજિત કરાયેલા દુનિયાના સૌથી મોટા આસ્થાના મહાપર્વ કુંભમાં રાજ્ય સરકારની એક કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath chairs Cabinet meeting at Prayagraj. pic.twitter.com/HFr4QskFbB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019
CM યોગીએ એલાન કરતા કહ્યું છે કે, પશ્ચિમી ઉત્તરપ્રદેશના મેરઠથી લઈ પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે અને તે પૂરી રીતે ગંગાના કિનારે બનાવવામાં આવશે.
UP Chief Minister Yogi Adityanath: Cabinet has decided to make Ganga-Expressway, to connect Prayagraj with Western Uttar Pradesh. This will be world's longest expressway, approximately 600 km, it will take 6,556 hectares of land, it will cost approximately Rs 36,000 crore. pic.twitter.com/aLXt8CNd1B
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019
આ ગંગા એક્સપ્રેસ વે ૬ લેનનો હશે અને આ માટે કુલ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ સાથે યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, આ એક્સપ્રેસ વે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath in Prayagraj: The Ganga-Expressway will go through areas including Meerut-Amroha-Bulandshahr-Budaun-Shahjahanpur-Kannauj-Unnao-Raebareli-Pratapgarh and arrive at Prayagraj. https://t.co/WJduBqL2aZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019
આ ગંગા એક્સપ્રેસ વે મેરઠ, અમરોહા, બુલંદશહેર, બદાયું, શાહજહાંપુર, ફર્રુખબાદ, હરોદઈ, કન્નૌજ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢથી પ્રયાગરાજ સુધી પહોચશે.
કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાયો છે કે, બુંદેલખંડ એક્સપ્રેસ વેનું પણ ઝડપથી નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે ખેડૂતોની ઇન્કમ પણ બેગણી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath in Prayagraj: There is a movie on the surgical strikes 'Uri', cabinet has decided to exempt it from state GST. This film will instill a feeling of nationalism in the youth and the citizens of the country. pic.twitter.com/J2F0EXjJEy
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019
આ ઉપરાંત ભારતીય સેનાખાસ ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ “ઉરી” : ધ સર્જિકલ સ્ટ્રાઈકને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
