જીત/ બીજી ટી 20 મેચમાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું,શ્રેણી 1-1થી બરાબર

શ્રીલંકા તરફથી ધનંઝાયા ડી સિલ્વાએ 34 બોલમાં 40 રનની યાદગાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી

Top Stories

શ્રીલંકા ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી -20 મેચમાં ભારતને ચાર વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ સ્પિનર પીચ પર પ્રથમ બેંટિંગ કરીને 20 ઓવરમાં પાંચ વિકેટે 132 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ લક્ષ્યનો પીછો કરતાં બે બોલ બાકી હતા ત્યારે જીત મેળવી હતી .શ્રીલંકા તરફથી ધનંઝાયા ડી સિલ્વાએ 34 બોલમાં 40 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત આપવી હતી. આ સિવાય સી કરુનારાત્ને પણ છ બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો. આ જીતની સાથે શ્રીલંકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી હતી. હવે આવતીકાલે આ મેદાન પર બંને ટીમો વચ્ચે શ્રેણીની અંતિમ અને ત્રીજી ટી 20 મેચ રમાશે.

ભારતે પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાને 133 રનનો ટાર્ગેટ આપ્યો હતો આ મેચ અતિ રોમાંચક બની હતી અને છેલ્લી ઓવર સુધી મેચ ચાલી હતી , આ દિલધડક મેચમાં બાજી પલટતી હતી, અંતે બે બોલ બાકી હતા ત્યારે શ્રીલંકા મેચ જીતી હતી, ભારત સામે યાદગાર ઇનિંગ્સ રમીને ધનંઝાયાએ મેચ જીતાડી હતી, આવતીકાલે રમાનારી મેચ અતિ મહત્વની છે કેમ કે શ્રેણી એક એકથી સરભર છે, જે આવતીકાલે મેચ જીતશે તે શ્રેણી પર કબજાે કરી લેશે.