બ્લાસ્ટ/ જમ્મુ એરપોર્ટ પર થયા બે વિસ્ફોટ, ષડયંત્રમાં કરવામાં આવ્યો હતો ડ્રોનનો ઉપયોગ

જમ્મુ અને કાશ્મીરમાં ગત સાંજે CRPF ના બંકર પર આતંકી હુમલા બાદ મોડી રાતે જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારમાં ધડાકો થયો….

Top Stories India

રવિવારે સવારે જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ વિસ્તારમાં જોરદાર 2 વિસ્ફોટ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ બ્લાસ્ટનો અવાજ આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ બ્લાસ્ટ સ્થળ પર પહોંચી હતી. હાલમાં ફોરેન્સિક ટીમે તેની તપાસ શરૂ કરી છે. શનિવારે શ્રીનગરના બર્બર શાહમાં સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :દિલ્હીમાં સોમવારથી ખુલશે જીમ અને યોગ સંસ્થા, 50 લોકો લગ્નમાં લઈ શકશે ભાગ

આ ગ્રેનેડ હુમલામાં 3 નાગરિકો ઘાયલ થયા છે, જેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ હુમલામાં એક નાગરિકનું મોત પણ નીપજ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમમાં સાંજે 6 વાગ્યે ક્રાલખુદ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા બર્બર શાહ વિસ્તારમાં ગ્રેનેડ ફેંકી દીધો, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્રેનેડ રસ્તાની બાજુમાં ફૂટ્યો હતો, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.

એરપોર્ટની અંદર બ્લાસ્ટ થવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ વિસ્તારમાં બોમ્બ નિકાલની ટુકડી બ્લાસ્ટ સ્થળે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ રાહતની વાત છે કે વિસ્ફોટ દરમિયાન કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :દેશમાં પોઝિટિવિટી રેટ તળીયે, છેલ્લા 24 કલાકમાં નવા 50 હજાર કેસો

 તે જ સમયે, શુક્રવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે અન્ય લશ્કર આતંકવાદીએ એન્કાઉન્ટર દરમિયાન આત્મસમર્પણ કર્યું હતું. આતંકવાદી પાસેથી એકે 56 રાયફલ મળી આવી હતી.

આ પણ વાંચો :મૈટ હૈનકોક પર સોશિયલ ડિસ્ટન્સ તોડવાનો આરોપ, ઓફીસમાં પોતાની ગર્લફ્રેન્ડને કરી હતી KISS

આ પણ વાંચો :રશિયામાં ફરીવાર કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં 21665 કેસો, 619 નાં મોત