Not Set/ વરસાદી માહોલ વચ્ચે ઉત્તરાયણમાં કેવુ રહેશે વાતાવરણ? અહીં વાંચો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં લાખો પતંગ રસિયાઓ  ઉત્તરાયણ ઉજવણીની તૈયારી કરી લીધી છે ત્યારે પવન પડી ગયો હોવાથી તેમની મઝા બગડે તેવા ચાન્સ વધી ગયા છે. સોમવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને  વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલની સાથે સાથે પવનની સ્પીડ પણ ઓછી જોવા મળતી હતી. જો કે આવતીકાલે ઉત્તરાયણના […]

Top Stories Ahmedabad Gujarat

રાજ્યમાં લાખો પતંગ રસિયાઓ  ઉત્તરાયણ ઉજવણીની તૈયારી કરી લીધી છે ત્યારે પવન પડી ગયો હોવાથી તેમની મઝા બગડે તેવા ચાન્સ વધી ગયા છે. સોમવારે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને  વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલની સાથે સાથે પવનની સ્પીડ પણ ઓછી જોવા મળતી હતી.

જો કે આવતીકાલે ઉત્તરાયણના દિવસે વાતાવરણ સ્વચ્છ રહેશે અને પવનની ગતિ 15થી 20 કિમીની રહી શકે છે.હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું કે આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ અને બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને વરસાદથી પરેશાન નહીં થવું પડે. આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. જોકે ઠંડીમાં આવતીકાલથી વધારો થશે. અને પવનની ગતિ 15થી 20 કિમી રહી શકે છે. બીજી તરફ વરસાદની આગાહી થતાં દર વર્ષની જેમ આ વર્ષે પતંગની ખરીદીમાં મંદી જોવા મળતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.