National News/ પાક. કરતા ભારત પાસે કેટલું વિદેશી મુદ્રા ભંડાર? યુદ્ધ થશે તો પાક. અર્થવ્યવસ્થાની ટૂટી જશે કમર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. તો ભારત પાસે પાકિસ્તાન કરતા વધારે વિદેશી મુદ્રા ભંડાર છે.

India

National news ભારત(India) અને પાકિસ્તાન (pakstan) વચ્ચે પહલગામ હુમલા (attack) પછી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ (war) ફાટી નીકળી શકે છે. મૂડીઝ રેટિંગ્સનું કહેવું છે કે, જો તણાવ વધ્યો તો પાકિસ્તાન (pakistan) ને બીજા દેશો સાથે પૈસા મેળવવામાં તકલીફ પડી શકે છે. તેનાથી પાકિસ્તાન (pakistan) પાસે રહેલો વિદેશી મુદ્રા ભંડાર તેના પર દબાણ પડશે. પાકિસ્તાન પાસે અત્યારે લગભગ 15 અરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે. જેનાતી કેટલાક દિવસો માટે આયાત થઈ શકે છે. ત્યાં ભારત પાસે લગભગ 688 અરબ ડોલરથી વધારેનો વિદેશી મુદ્રા ભંડાર છે. જે 11 મહિના આયાત માટે ઘણું છે. જો આ હિસાબે પાકિસ્તાનની ઈકોનોમી યુદ્ધ શરુ કર્યાના થોડા જ દિવસોમાં દમ તોડી દેશે.

1947માં ભારત અને પાકિસ્તાન એમ બે અલગ દેશોનું સર્જન થયું હતું. ત્યારથી બંને દેશોએ આર્થિક વિકાસ માટે અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા હતા. જેનું મોટું ઉદાહરણ છે બંને દેશોની વિદેશી મુદ્રા ભંડાર, જે બંને દેશોની આર્થિક સ્થિતિને દર્શાવે છે, તેનાથી જાણવા મળે છે કે, દેશ બાહરી આપદાઓનો સામનો કરવા અને કરજ ચૂકવવામાં સક્ષમ છે. અત્યારે ભારત પાસે 688 અરબ ડોલરની વિદેશી મુદ્રા ભંડાર છે, તો પાકિસ્તાન પાસે ખાલી 15 અરબ ડોલરની વિદેશી મુદ્રા છે. જે બંને દેશોની નીતિઓ,આર્થિક સંરચના અને કામકાજની તકનીકોમાં તુલનાનું મુખ્ય કારણ છે.

જ્યારથી ભારત અને પાકિસ્તાન બન્યા ત્યારે તેમની પાસે ઓછો વિદેશી મુદ્રા ભંડાર હતો, જેના લીધે લોકો લાંબા સમય સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા હતા. અંગ્રેજોના ગયા પછી ઉદ્યોગ અને ધંધાનો વિકાસ નહોતો થયો તો પણ ભારતની વિદેશી મુદ્રા ભંડાર 1991 સુધી સ્થિર રહી હતી. વર્ષ 1991 પછી ભારતની સામે ચૂકવણી સંકટ આવી ગયું હતું. તે સમયે ભારત પાસે લગભગ 2 અરબ ડોલરથી ઓછો ભંડાર હતો. પરંતુ આ સંકટ ભારતની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ રહ્યું હતું.

ભારતે ઘણા આર્થિક સુધારાઓ કર્યા હતા. વેપારમાં અડચણો ઓછી થઈ ગઈ હતી. રુપિયાની કિમત ઘટાડી દેવામાં આવી હતી.અને તેને વિદેશી મુદ્રામાં બદલી દેવામાં આવી હતી. ઈકોનોમીને વિદેશી નિવેશ માટે ખુલ્લી કરી દેવામાં આવી હતી. વિદેશોથી ખુબ જ પૈસો આવ્યો હતો. જેનાથી ભારતનો વિદેશી મુદ્રા ભંડાર ખુબ જ વધી ગયો હતો, 2000ના દસકામાં IT સેક્ટરમાં તેજી આવી હતી. સર્વિસ સેક્ટરમાં નિર્યાતનો વધારો થયો હતો. વિદેશમાં રહેનારા ભારતીયોએ ખૂબ જ પૈસા મોકલ્યા હતા.

રિઝર્વ બેન્કે ખૂબ જ સમજદારી પૂર્વક કામ કર્યું હતું, જેનાથી તેનો ભંડાર ખૂબ જ વધ્યો 2008માં ભારતનો ભંડાર 300 અરબ ડોલર પાર ગયો હતો. 2008માં આવેલી આર્થિક મંદી અને કોરોના મહામારીની સામે પણ ભારતે પોતાની સ્થિતિ મજબૂતીથી બનાવી રાખી હતી. વર્ષ 2021માં ભારતનો ભંડાર 640 અરબ ડોલર સુધી પહોંચી ગયો હતો અને હવે તે 688 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. ફક્ત ચીન, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડનો મુદ્રા ભંડાર ભારત કરવા વધું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાગરિક સંરક્ષણ માટે મોક ડ્રીલ એક સિમ્યુલેટેડ કટોકટી કવાયત,અસરકારક રીતે પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરવા માટે રચાયેલ છે

આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન સંઘર્ષ: નાગરિક સુરક્ષા માટે મોક ડ્રીલ યોજવી જોઈએ, ગૃહ મંત્રાલયે ઘણા રાજ્યોને સૂચનાઓ જારી કરી છે

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસ વધતા કેન્દ્રીય મંત્રીએ કરી બેઠક, આ તારીખે કરવામાં આવશે મોક ડ્રીલ